સી.આર.પાટીલે આ સમાજને લઇને આપ્યું મોટું નિવેદન, ચૂંટણી નજીક આવતા રીઝવવાના પ્રયાસો શરૂ

રાજપૂત સમાજે ક્યારેય પીઠ બતાવી નથી. ભુચરમોરી ભૂમિને વિકસાવવા આપણે સાથે મળીને મુખ્યમંત્રીને રજૂઆત કરીશું, તેવું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું. જામનગરના ધ્રોલ ખાતે ભૂચર મોરી શોર્ય કથા અને સમાપન સમારંભમાં પ્રદેશ અધ્યક્ષ પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સંબોધનની શરૂઆત જય માતાજી કરતાં જણાવ્યું હતું કે, ઇતિહાસ નું નામ પડે એટલે રાજપૂત સમાજ યાદ આવે

દેશનું ભૂગોળ બદલવાની તાકાત જો કોઈ ના હોય તો તે રાજપૂત સમાજમાં છે. જ્યારે પણ દેશને જરૂર પડી ત્યારે સૌથી પહેલાં જો કોઈને યાદ કર્યા હોય તો તે રાજ્પુત સમાજને કર્યા છે.

તે દેશ માટે રાજપૂત સમાજના યુવાનોએ બલિદાન આપ્યું છે. આ દેશનો ઇતિહાસ સાક્ષી છે કે, રાજપૂત સમાજમાં દેશની અસ્મિતા અને ગૌરવ સાચવવાની ક્ષમતા છે, રાજપુત સમાજે ક્યારે પણ પીઠ બતાવી નથી.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, ભરતભાઇ બોઘરા પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી અને ધારાસભ્ય શ્રી હકુભા જાડેજા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ,

આંતર રાષ્ટ્રીય અધ્યક્ષ પી ટી જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા પ્રમુખ રમેશભાઇ, શહેર પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્યોને રાજપૂત સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *