સમાચાર

સી.આર.પાટીલે નાયબ મુખ્યમંત્રી કોણ બનશે, તે અંગે આપ્યું મોટું નિવેદન, જાણો.

ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આવતીકાલે માત્ર ને માત્ર રાજ્યોના નવા મુખ્યમંત્રી શપથ લેવાના છે. નવું મંત્રીમંડળ બનશે, તે ચર્ચા બાદ નક્કી કરીશું આ સાથે જ પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, ડેપ્યુટી સીએમ પદ માટે કોઈ ચર્ચા નથી થઇ.

આગામી સમયમાં નવા મંત્રીમંડળમાં ચર્ચા કરાશે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે તો સિનિયર નેતાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળવાની વાત પાટીલે ઉચ્ચારી હતી.

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બનાવ્યા છે. અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે ભુપેન્દ્ર પટેલ.

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના નામ પર પસંદગીની મહોર લગાવવામાં આવી છે. તેઓ ભાજપના એક સાદગીભર્યા અને જમીની સ્તરના કાર્યકર છે. અને આનંદીબેન પટેલના નજીક ગણાય છે.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશીકાંત પટેલ સામે લડીને 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ તેઓ ઘાટલોડિયા મત વિસ્તારના ધારાસભ્ય બન્યા તેમણે 117,000 મતદાનનો રેકોર્ડ માર્જીનથી જીત મેળવી હતી.

નોંધનીય છે કે, ભુપેન્દ્ર પટેલ ની ખાસિયત છે કે તેઓ મૃદુભાષી છે અને સૌમ્ય સ્વભાવ ધરાવે છે. હમણાં જ લોકાર્પણ થયેલા સરદારધામ ટ્રસ્ટી, સ્કૂલ બોર્ડ અમદાવાદના 2008 થી 10 સુધી ચેરમેન રહ્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *