સી.આર.પાટીલ નો માસ્ટર પ્લાન, 8 અને 9 તારીખે ભાજપની કારોબારી બેઠકમાં લેવાશે આ મોટા નિર્ણય

બીજેપીની કારોબારી બેઠક આગામી 8 અને 9 તારીખે થવાની છે. જેમાં રાષ્ટ્રીય કારોબારીમાં થયેલી ચર્ચા મુદ્દે આગામી ચૂંટણીના લક્ષણોને ધ્યાનમાં રાખીને ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ બેઠકમાં રાષ્ટ્રીય નેતાઓ પણ માર્ગદર્શન માટે હાજર રહે તેના માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગામી આઠ અને નવ જુલાઈના દિવસે પ્રદેશ કારોબારી બેઠક મળવાની છે.

જેમાં પ્રદેશની રાજકીય અને સામાજિક સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. થોડા સમય અગાઉ રાષ્ટ્રીય કારોબારી બેઠક તેલંગાણા ખાતે મળી હતી. જેમાં અનેક મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

જે અંગે હવે પ્રદેશ કરે ચર્ચા કરવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરે આપવામાં આવતા કાર્યક્રમ પ્રદેશની રાજકીય અને સામાજિક સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં અંદાજે 700 જેટલા નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહેશે.

ઘણા વિસ્તાર એવા છે કે જે બીજેપી માટે નબળા છે તેમાં શું કરી શકાય, તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે. પીએમ મોદીએ ગઈકાલે ડિજિટલ ને પ્રોત્સાહન મળે તેના માટે કાર્યક્રમ કર્યો હતો.

જેના ભાગરૂપે હવે તમામ કામગીરી ઓનલાઇન કરવાનો નિર્ણય ભાજપ એ કરેલો છે. આ એપ્લિકેશનના માધ્યમથી તમે જાણી શકશો કે, કેટલા લોકો ભાજપના મતદારો છે. જેના આધારે આગામી કયા વિસ્તારમાં શું કામગીરી કરવી તેને લઈને આયોજન કરવામાં આવશે.

આગામી વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. તમામ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જોર લગાવી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *