સી.આર.પાટીલ નું કટાક્ષ ભર્યુ નિવેદન, કહ્યું કે હમણાં કેટલા લોકો નીકળી પડ્યા છે પણ એ તો…
સુરતમાં ધીરુ ગજેરા ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ધીરુ ગજેરા 2007માં ભાજપ છોડી કોંગ્રેસમાં ગયા હતા.
સુરતમાં ભાજપા મોટા ઓપરેશન પાર પાડયું છે. પાટીદાર દિગ્ગજ નેતા ધીરુભાઈ ગજેરા ને ભાજપમાં સ્થાન આપ્યું છે અને ઘર વાપસી કરી છે. આજે વિધિવત રીતે ધીરુભાઈ ગજેરા ભાજપમાં જોડાયા. કોંગ્રેસમાંથી હું 3 ધાનસભાની ચૂંટણીઓ અને 1 લોકસભાની ચૂંટણી લડયો જે હું હાયો છું.
ત્યારે ભાજપના ઘણા મિત્રોએ ઘર વાપસી કરવાનો મને આગ્રહ કર્યો. જ્યારે ભાજપના કાર્યકરને અસંતોષ હોય તો પણ તેઓ ભાજપ માટે જ કાર્ય કરતા રહે છે. અને ભાજપ માટે જ કામ કરે છે.
કોંગ્રેસમાંથી સહકાર ન મળતા હાર થાય છે. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે હું કઈ શરતો સાથે ભાજપમાં નથી આવ્યો. પાર્ટી જે કામ આપશે તે કરીશ તો હું કરીશ અને ટિકિટ આપવી કે ન આપવી તે પટ્ટી નો વિષય છે.
સીઆર પાટીલ નો આપ પર કટાક્ષ
સુરતમાં ધીરુભાઈ ગજેરાના સ્વાગત કાર્યક્રમમાં સીઆર પાટીલે આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે પાટીદાર હાથમાં દંડો શોભે, જાડુ કેવી રીતે પકડી શકાય. હમણાં કેટલાક લોકો નીકળી પડ્યા છે પણ તે સમય જ બતાવશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!