ગુજરાતમાં નવી સરકારની રચના સાથે વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે ડોક્ટર નીમાબેન આચાર્ય ની વરણી કરવામાં આવી હતી. હવે કાર્યકારી અધ્યક્ષ તરીકે ડોક્ટર નીમા આચાર્ય રાજીનામું આપી દીધું છે. રૂપાણી સરકારમાં રહેલા રાજેન્દ્ર ત્રિવેદી ના નવા મંત્રીમંડળમાં કેબિનેટ કક્ષાના પ્રધાન બનાવતાં તેમને શપથ ગ્રહણ ના બે કલાક પૂર્વે જ વિધાનસભા અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું.
અને તુરંત ડોક્ટરને આચાર્યની કાર્યકારી અધ્યક્ષ તરીકે વરણી કરાઈ હતી. સોમવારે બપોરે વિધાન સભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે ડોક્ટર નીમાબેન આચાર્યએ રાજીનામું આપી દીધું.
હવે આગામી દિવસોમાં વિધાનસભા ની ચૂંટણી થશે ત્યારે ડોક્ટર નીમાબેન આચાર્ય વિધાનસભા અધ્યક્ષ બનશે કે અન્ય કોઈને વિધાનસભા અધ્યક્ષ બનાવ્યા છે.
તેના પર સૌની નજર છે સુરેન્દ્રનગરના દુધરેજ માં 2 ડિસેમ્બર 1947ના જન્મેલા ડોક્ટર નીમાબેન 73 વર્ષની વયના છે.
ડોક્ટર નીમાબેન આચાર્ય 2002 અને 2007માં કોંગ્રેસના ધારાસભ્ય હતા, અને 2007માં પાર્ટી વિરોધી પગલું ભરતા તેમણે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં શેખાવતને વોટ આપ્યો હતો.
આ પાર્ટી વિરોધી નીતિ બદલ તેઓને કોંગ્રેસ માંથી બહાર કરી દેવામાં આવતા, તેઓએ ભાજપ નો મારગ પકડ્યો હતો.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદ અત્યારે ખાલી થયું છે. કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્ય રાજીનામું આપી દીધું છે. હવે સૌની નજર નવા અધ્યક્ષ પર રહેલી છે. કે કોને નવા અધ્યક્ષ બનાવવામાં આવશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!