કોંગ્રેસમાં ભંગાણ / 6 પ્રમુખોએ આપ્યું રાજીનામું, જોડાઈ શકે છે…

ગુજરાતમાં કોંગ્રેસ સત્તા નબળી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ માં રહેલો આંતરિક વિખવાદો ખૂલીને બહાર આવ્યો છે. એક તરફ કોંગ્રેસના પ્રદેશ નેતાઓ કોંગ્રેસના નેતાઓમાં નારાજગી અને જૂથબંધી ન હોવાનું કહી રહ્યા છે. તો બીજી તરફ નારાજ થયેલા નેતાઓ પોતાના રાજીનામા પક્ષની સામે ધરી રહ્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડયું છે.

જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ જિલ્લા પ્રમુખો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ નારાજગી સામે આવી રહી છે. પાટણ જિલ્લાના કોંગ્રેસના અલગ-અલગ વિધાનસભાના છ જેટલા પ્રમુખ નારાજગી વ્યક્ત કરીને રાજીનામું આપ્યું છે.

આ તમામ પ્રમુખોએ પાટણ જિલ્લા કક્ષાએથી અને પ્રદેશ કક્ષાએથી તેમને કોઈ માન સન્માન ન મળતા અને અવગણના થતી હોવાના આક્ષેપો સાથે પોતાનું રાજીનામું આપ્યું છે. તમામે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે.

પાટણ કોંગ્રેસમાં ભંગાણ થતા દિગ્ગજ નેતાઓ દ્વારા ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરવામાં આવી છે.

પાટણ જિલ્લા કોંગ્રેસમાં મહિલા પ્રમુખ ભૂમિકા પટેલે રાજીનામું લખ્યું હતું કે, હું ભૂમિકા પટેલ પાટણ જિલ્લા કોંગ્રેસમાં મહિલા પ્રમુખ પદ પર કાર્યરત છું. પણ ઘણા સમયથી મેં જોયું કે, મહિલાઓને કોઈ કંઈ પૂછતું નથી અને કોઈ કંઈ કહેતું નથી આવા કાર્યોનું વિરોધ કરું છું અનેક વિખવાદો થી હું ભારે હદય આ પદ પરથી રાજીનામું આપું છું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *