એશિયાના સૌથી મોટા માર્કેટયાર્ડમાં જીરુના ભાવ પહોંચ્યા ઉચ્ચ સપાટીએ, ખેડૂતોમાં ખુશીની લહેર

જીરુ એક ખાદ્ય પદાર્થ છે. જીરુંના ભાવમાં દિવસે-દિવસે વધારો જોવા મળી રહ્યો છે. જીરુંના ભાવમાં દરરોજ 15 થી 20 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે હજુ પણ જીરુંના ભાવમાં વધારો થવાની શક્યતા છે. માર્કેટ યાર્ડના જીરાની અનેક બોરીની આવક થઈ રહી છે. સરેરાશ ગત વર્ષની તુલનામાં જીરુ નો પાક ઓછો થયો હોય તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તેના કારણે આ વર્ષે જીરુંના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. જીરુંના ભાવ 1700 રૂપિયાથી લઈને 4970 રૂપિયાને પાર પહોંચી ગયા છે. અમરેલીના માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ 1700 થી લઈને 4220 રૂપિયાને પાર પહોંચી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડમાં જીરુંના ભાવ ખૂબ ઊંચા બોલાયા હતા. જીરુ બેડી માર્કેટ યાર્ડ માં ભાવ 1320 થી લઈને 1580 ભાવ મળ્યા હતા. વર્ષે ભાવ 1730 થી લઈને 2500 સીઝનની શરૂઆતમાં ચૂકવતા હતા.

પરંતુ અત્યારે ભાવ 60 ટકા વધુ જોવા મળી રહ્યા છે. જીરુંના પાકને માવઠાથી માઠી અસરને કારણે જીરુંના ભાવ સરેરાશ 2300 ગયા વર્ષે જોવા મળતા હતા. પરંતુ આજે જીરૂનાભાવ 3250 લઈને 4150 એટલે કે સરેરાશ 4500 ના ભાવે સોદા થઈ રહ્યા છે.

ગત વર્ષે ભાવ ખૂબ ઓછા બોલ્યા હતા. પરંતુ આ વર્ષે ભાવ ખૂબ સારા એવા જોવા મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ વર્ષે કમોસમી માવઠા અને કુદરતી આફતને કારણે ઘણા પાકોને નુકસાન થયું છે. જેને કારણે કેન્દ્ર સરકારે પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની જાહેરાત કરી દીધી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ડાંગર, બાજરી, તુવેર, મગ, અડદ, મગફળી વગેરેની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા માટેની જાહેરાત કરી દીધી છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *