સ્કૂલના ધાબા પરથી નીચે પડી જતા ધોરણ 10 માં ભણતી વિદ્યાર્થીની નું મોત… જુઓ ઘટનાનો લાઇવ વિડિયો…

Death of a student studying in class 10: હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે, આ ઘટનામાં શાળાની બિલ્ડીંગ પરથી નીચે પડતા ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત થયું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે એક વિદ્યાર્થીની શાળાની છત પરથી નીચે પડતી નજરે પડી રહી છે. ( student ) સમગ્ર ઘટના બન્યા બાદ લગભગ નવ મિનિટ સુધી દીકરી જમીન પર પડી રહી છે. શાળાના કોઈની નજર જમીન પર પડેલી દીકરી પર જતી નથી. આ ઘટના શુક્રવારના રોજ અયોધ્યામાં આવેલી સ્કૂલમાં બની હતી.

સમગ્ર ઘટનાની લઈને મૃત્યુ પામેલી દીકરીના પિતાએ પોલીસને જણાવ્યું કે શુક્રવારના રોજ સ્કૂલમાં રજા હતી પરંતુ સવારે 8:30 વાગ્યાની આસપાસ શાળાના આચાર્યએ તેમની દીકરી અનન્યાને ફોન કર્યો હતો. ત્યાર પછી 9:30 વાગ્યાની આસપાસ શાળા માંથી ફોન આવે છે કે, તમારી દીકરી અન્ય પિચકા પરથી નીચે પડી ગઈ છે તે ઇજાગ્રસ્ત થઈ છે અને શાળાના લોકો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા છે.

ત્યાર પછી દીકરીના પિતા હોસ્પિટલ પહોંચ્યા હતા. વધુમાં મૃત્યુ પામેલી દીકરીના પિતાએ જણાવ્યું કે જ્યારે હું હોસ્પિટલ પહોંચ્યો ત્યારે દીકરીના આખા શરીર પર ઇજા ના નિશાન હતા, હાલમાં તો પોલીસ દીકરી ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે ઘટનાના દિવસે શાળા બંધ હતી. આવી સ્થિતિમાં એક મોટો પ્રશ્ન છે કે વિદ્યાર્થીને શાળાએ કેમ બોલાવવામાં આવી હશે ? તે કેમ શાળાના છત પર ગઈ હશે ? તે ત્યાંથી આવી રીતે નીચે પડી હશે ? હાલમાં તો આ બધા પ્રશ્નો ઉકેલ લાવવા પોલીસ કામગીરી કરી રહી છે.

માહિતી અનુસાર ગઈકાલે દીકરીનું સારવાર દરમિયાન સાંજના પાંચ વાગ્યાની આસપાસ મોત થયું હતું. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૃત્યુ પામેલી દીકરીના પિતા નું કેવું છે કે તેમની દીકરીને ધાબા પરથી નીચે ફેંકી દેવામાં આવી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *