Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, સોનું-ચાંદી ખરીદવાની સુવર્ણતક - GUJJUFAN

વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, સોનું-ચાંદી ખરીદવાની સુવર્ણતક

સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે સોનું બુધવારે મંગળવાર ની સરખામણીએ 281 રૂપિયા સસ્તું થયું છે. સોનાના ભાવમાં ઘટાડો થયો છે જો તમે સોનું ખરીદવા ઇચ્છો છો, તો તમારા માટે સુવર્ણ તક છે. અઠવાડિયાના ત્રીજા દિવસે એટલે કે બુધવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોનાની કિંમતમાં સતત થઈ રહેલા ઘટાડાથી લગ્નની સિઝનમાં સોનું ખરીદવા માટે ગ્રાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યું છે.

આ ઘટાડા સાથે સોનુ પોતાના ઓલટાઇમ હાઇ નજીક 5145 રૂપિયા અને ચાંદી 17,442 રૂપિયા સસ્તુ થઈ ગયું છે. જ્યારે આ ઘટાડા બાદ ફરી એકવાર 51000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 625000 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પહોંચી ગયું છે.

મંગળવાર ની સરખામણીએ આજે સોનું 281 રૂપિયા સસ્તું થયું છે. તમને જણાવી દઈએ કે સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ધ્યાન રાખો. સોનાના દાગીના હોલમાર્ક જોઈને ખરીદવા જોઈએ.

હોલમાર્ક એ સોનાની સરકારની ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે. જે હોલ માર્ગ નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નિયમો અને વિનિમય હેઠળ કાર્ય કરે છે.

તમને જણાવી દઇએ કે આ રેટ તમે સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. તેના માટે તમારે ફક્ત એક નંબર 8955664433 મિસકોલ આપવાનો રહેશે. અને તમારા ફોન પર મેસેજ આવશે જેનાથી તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

તમને જણાવી દઈએ કે સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ધ્યાન રાખો. સોનાના દાગીના હોલમાર્ક જોઈને ખરીદવા જોઈએ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *