વેક્સિનેશનને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી અગત્યની જાહેરાત.
આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાઇ હતી, જેમાં મહામારીની સ્થિતિ અને ધોરણ 9થી 11 શાળા શરૂ કરવા અંગે અનેક ચર્ચા વિચારણા થઇ હતી ત્યારે કેબિનેટ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ભારત સરકારને વિનંતી કરી છે કે વધારાના ડોઝ આપવામાં આવે.
વેપારીઓને રવિવારે વેક્સિન અપાશે. તેમને જણાવ્યું કે, ગઈ કાલે અને આજે કેબિનેટમાં મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા થાય એ પ્રમાણે ગુજરાત સરકાર પાસે 15 લાખ કરતાં વધુ જથ્થો પ્રાપ્ય છે.
દરરોજના અઢી લાખ જેટલો નવો જથ્થો આવી જાય છે. તેથી વેપારીઓ માટે ગૃહ વિભાગ તરફથી જ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ 31 જુલાઈ સુધીમાં વેક્સિન વેપારીઓએ મેળવી લેવાની રહેશે.
ધોરણ 9 થી 11 ની શાળા શરૂ કરવા નીતિન પટેલ નિવેદન આપ્યું તેમને કહ્યું કે, ધોરણ 9, 10, 11 ના વર્ગો શરૂ કરવા માટે વાલીઓ તરફથી, શાળા સંચાલકો તરફથી, રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો આવી રહી છે. નવા કેસ ખૂબ ઓછી સંખ્યામાં આવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આગામી દિવસોમાં ઝડપી વેક્સિનેશન કાર્ય હાથ ધરવામાં આવશે. ગુજરાત સરકાર બધા શહેરમાં વેક્સિન જરૂરિયાત પ્રમાણે પુરી પાડી રહી છે. અને આગામી દિવસોમાં વેક્સિનેશન વધારે ઝડપી બનાવવામાં આવશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!