રાજકારણમાં ધમાસણ / આ રાજ્યનાં 20થી વધુ ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, નવાજૂની થવાના એંધાણ

કોંગ્રેસની હાલત એક કરવા જતાં બીજું સળગે તેવી છે. પંજાબમાં માંડ હાશકારો થયો હતો. ત્યાં સીધું સંગ્રામ શરૂ કર્યું અને પંજાબમાં કકળાટ વધ્યો તો છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ કોંગ્રેસની હાલત ખૂબ ખરાબ છે. કોંગ્રેસના ગઢ કહેવાતા છત્તીસગઢમાં ફરી ઊથલપાથલ થઈ છે. છત્તીસગઢના 25 કોંગ્રેસ વિધાયક દિલ્હી પહોંચી ગયા હતા અને તમામ ધારાસભ્યોએ હાઈ કમાન્ડ સાથે મિટિંગ કરવાનો સમય માંગ્યો છે.

દિલ્હી પહોંચી જનાર કોંગ્રેસના ધારાસભ્યો પરિવર્તનની વિરુદ્ધ હોવાનું માનવામાં આવી રહ્યું છે. 2018માં વિધાનસભા ચૂંટણીમાં 90 માંથી 67 કોંગ્રેસને મળી હતી.

પૂર્ણ બહુમતીવાળી સરકાર માં મુખ્યમંત્રી પદ માટે બે દાવેદાર હતા. ભૂપેશ બધેલ અને ટીએમ સિંહદેવ કોંગ્રેસ માટે હાલ પનોતીનો સમય ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

પંજાબ કોંગ્રેસ અશાંતિ જોવા મળી રહી છે છતીસગઢ કોંગ્રેસમાં પણ રાજકીય ગરમી વધી છે. છત્તીસગઢ કોંગ્રેસના 25 થી વધુ ધારાસભ્યો અચાનક જ દિલ્હી પહોંચી ગયા છે.

તમામ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી પી એલ પુનીયા સાથે મુલાકાત કરશે. દિલ્હી પહોંચેલા કોંગ્રેસના ધારાસભ્ય પરિવર્તનની વિરુદ્ધ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

2018મા વિધાનસભાની ચૂંટણીમાં 90 માંથી 67 સીટો કોંગ્રેસને મળી હતી પૂર્ણ બહુમતીવાળી સરકાર મુખ્યમંત્રી પદ માટે દાવેદાર હતા. કોંગ્રેસના હાલ તો શાંતિ જોવા મળી રહી છે.

ધારાસભ્યો આ રીતે દિલ્હી તરફ કૂચ કરતા અનેક કારણો કાઢવામાં આવી રહ્યો છે. તો આ મામલે અગાઉ સ્વાસ્થ્યમંત્રી ટીએસસી દેવે કહ્યું હતું કે, ધારાસભ્ય આપમેળે ગયા છે આમાં કોઈ ખાસ વાત નથી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *