ડાયમંડ નગરી સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી..! રત્ન કલાકારો અને ઉદ્યોગપતિઓએ તેજીને લઈને આપ્યા…

ડાયમંડ નગરી સુરતમાં પણ હવે હીરા ઉદ્યોગમાં મંદિર ગ્રહણ લાગ્યું છે. મળતી માહિતી અનુસાર છેલ્લા એક માસમાં 5,000 થી વધુ રત્ન કલાકારો છૂટા કરાયા હોવાની ફરિયાદો ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને મળી છે. તો વળી કતારગામના કારખાનેદારો ફેક્ટરીને જ બંધ કરી દેતા 300 રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. વિશ્વભરમાં મંદીને કારણે ડાયમંડ નગરી તરીકે જાણીના હીરા ઉદ્યોગ ની હાલ મંદીનું ગ્રહણ લાગ્યું છે.

તેની પાછળના કારણો વિશ્વમાં મહામારી વધતી જાય છે, રશિયા અને યુક્રેન નો વિવાદ હજુ પણ ચાલુ છે આ બે મુખ્ય કારણ ગણવામાં આવી રહ્યા છે. જેમાંથી ભાવનગરના હીરા ઉદ્યોગ પણ બાકી રહ્યો નથી. આ મહામારી બાદ હીરા ઉદ્યોગમાં થોડી તેજી આવી હતી પરંતુ હવે ફરી રશિયા અને યુક્રેનના વિવાદને કારણે વિદેશમાંથી આવતા કાચા હીરાની રફ આવવાનું બંધ થઈ ગયું છે. જેને પગલે વેપારીઓને મોંઘા ભાવે રફ લેવી પડી છે.

તેથી ખર્ચામાં પણ વધારો થયો છે, જેના કારણે રત્ન કલાકારોને પગાર આપવાનું મુશ્કેલી પડી રહી છે મંદીના સમયમાં હીરાના કારીગરો માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ ઊભી થઈ છે. હીરાના વેપારીઓ સરકાર પાસે રાહત પેકેજ ની માંગણી કરી રહ્યા છે. સુરતની જેમ જ ભાવનગર શહેર અને જિલ્લામાં મોટાભાગના લોકો હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે.

આ હીરાના કારખાનાઓમાં લાખોની સંખ્યામાં રત્ન કલાકારો કામ કરી પોતાની રોજગારી મેળવી રહ્યા છે. આ સિવાય હીરા ઘસવાની કામગીરીમાં ભાવનગર જિલ્લાના અને ગામડાઓમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં હીરા બનાવવાની કામગીરી કરી રહી છે. અને પોતાની કમાણી કરી રહી છે. આ સાથે જ ભાવનગર જીલ્લો શીપ બ્રેકિંગ ઉદ્યોગને લઈને પણ મોટી ઓળખ ધરાવે છે.

પરંતુ છેલ્લા થોડા સમયથી હીરા ઉદ્યોગ પર મંદિરના વાદળો ઘેરાયા છે. હીરાની લે વેચ માટે ભાવનગર શહેરમાં મોટી હીરા બજાર પણ આવેલી છે. જેમાંથી ભાવનગરના હીરા ઉદ્યોગ પણ બાકી રહ્યો નથી. આ મહામારી બાદ હીરા ઉદ્યોગમાં થોડી તેજી આવી હતી, પરંતુ હવે હીરા બજારમાં મંદીનો મોજુ જોવા મળી રહ્યું છે મંદીને કારણે અનેક રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. અને અનેક રત્ન કલાકારોને નોકરી છોડવી પડી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *