Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
દિનેશ બાંભણિયાએ હાર્દિક પટેલને લીધા આડા હાથે, મોટું નિવેદન આપતા રાજકારણ ભૂકંપ - GUJJUFAN

દિનેશ બાંભણિયાએ હાર્દિક પટેલને લીધા આડા હાથે, મોટું નિવેદન આપતા રાજકારણ ભૂકંપ

પાટીદાર આંદોલનમાં સક્રીય ભુમિકા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદ સુધીના રાજકીય પદ પર રહ્યા બાદ આજે હાર્દિક પટેલ નવા રાજકીય પદ પર સફર શરૂ કરી છે. હાર્દિક પટેલ ગુજરાત ભાજપના અધ્યક્ષ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ની હાજરીમાં વિધિવત્ રીતે ભાજપમાં જોડાયા છે. ત્યારે અને વિપક્ષ અને એસપીજી જેવા સામાજિક સંગઠનો પણ હાર્દિકના કેસરિયા કરવા પર મન મુકીને વરસી રહ્યા છે.

હાર્દિક વારંવાર કહ્યું કે, હું ભાજપમાં રામસેતુ ની ખિસકોલી બનીને કામ કરીશ, તેના પર સોશિયલ મીડિયામાં અનેક તજ કસાઈ રહ્યા છે. સમગ્ર આંદોલનમાં હાર્દિક પટેલના સાથીદાર અને હાલ પાસ ના આગેવાન દિનેશ બાંભણિયા એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, જેને સિંહ ની ઉપમા આપવામાં આવતી હતી.

તે હવે ખિસકોલી ના રૂપમાં કામ કરવા તૈયાર થઈ ગયા છે. ભાજપ પાર્ટી એ જેટલું સરેન્ડર કરવું પડ્યું છે, તેટલું જ ટેન્ડર હાર્દિકે પોતાના સિદ્ધાંતો અને વચન સાથે પણ કર્યું છે.

ભાજપના સિનિયર નેતાએ કહ્યું કે આ આ ભેગો કરવાનો કોઈ જ મતલબ નથી. ત્યારે આજે બધું જ પડખે મૂકી ભાજપમાં જતા તેમનું શુદ્ધિકરણ થઈ ગયું હોય તેવી રીતે હાર્દિક નો પ્રવેશ કરવામાં આવ્યું છે.

ભારતીય જનતા પાર્ટીમાં હાલ એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે, ભાજપના કાર્યકર્તા ન બનશો અન્યમાં જઇ ભાજપમાં આવો તો કદ પણ મળશે અને સત્તા પણ. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ભાજપના નેતાઓને પ્રશ્નો કર્યા છે.

અરવલ્લી ખાતેના કાર્યક્રમમાં તેમણે હાર્દિકના આજે લઈને ભાજપના નેતાઓને સવાલ કરતા પૂછ્યું કે, ભાજપની એવી કેવી મજબૂરી છે તે હાર્દિકને ભાજપમાં પ્રવેશ આપવો પડે. એક સમયે ભાજપના નેતાઓના કાનમાં કીડા સરી પડે એવું હાર્દિક બોલ્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *