ભાજપમાં વિખવાદ : બે નેતાઓ વચ્ચે થઈ બોલાચાલી, આ નેતા મિટિંગમાં થી ઉભા થઈને નીકળી ગયા

ભાજપમાં વિખવાદ સાથે જૂથબંધી થી પ્રભારીમંત્રી નારાજ થયા છે, મંત્રી રમણ પાટકર બેઠક છોડીને ચાલી નીકળ્યા. વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવી હાલ ગુજરાતમાં ભાજપ સરકાર મંત્રીઓ અને જિલ્લા પ્રમાણે પ્રભારી બનાવી દરેક જિલ્લાને મજબૂત કરવા મથી રહી છે, પરંતુ અરવલ્લી જિલ્લામાં પ્રભારી મંત્રી રમણ પાટકર ની હાજરીમાં બે ભાજપના મોટા ગજાના નેતાઓ બાખડી પડ્યા હતા. ઝધડનાર નેતાઓ બીજા કોઈ નહીં પણ ભાજપના જ છે.

એક જિલ્લા પંચાયત પ્રમુખ છે, તો બીજા ભાજપના શહેર પ્રમુખ છે પ્રભારી મંત્રી રમણ પાટકર જોતા જ રહી ગયા તેમજ સામે જ બંને આગેવાનોએ શાબ્દિક તળાવડી કરતા મામલો વધુ ગંભીર બન્યો હતો.

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલ ની નિમણૂક થતાની સાથે જ ભાજપના નેતાઓ કે આગેવાનો બધા જ સીધી લીટીએ ચાલવા લાગ્યા છે.

જિલ્લા પંચાયત પ્રમુખ લાલાસિંહ ચૌહાણ ભાજપ જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ સામે વિકાસકામોમાં કમિશનનો આરોપ લગાવતા બંને નેતાઓ મંત્રીની હાજરીમાં સામે સામે આવી ગયા હતા.

જિલ્લા પંચાયત પ્રમુખ લાલાસિંહે રાજેન્દ્ર પટેલ ને હોદ્દા પરથી દૂર કરવા રજૂઆત કરી હતી, અને કમિશનનું કારણ આગળ ધર્યું હતું. સાથે જિલ્લા ભાજપ મહામંત્રી હસમુખ પટેલ સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા.

મંત્રીની હાજર હોવા છતાં બન્ને નેતાઓ જાહેરમાં બોલાચાલી કરતા રમણ પાટકર બેઠક છોડીને ચાલી નીકળ્યા હતા. અરવલ્લી જિલ્લા ભાજપમાં ચાલતી જૂથબંધી થી પ્રભારીમંત્રી નારાજ હોવાની વાત પણ થઈ રહી છે. ત્યારે સમગ્ર ઘટનાની નોંધ ભાજપનું મોવડીમંડળ લઈ શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *