નારાજ ભાજપના સિનિયર નેતા ને 2022ની ટિકિટ મળશે કે નહીં ! આ કદાવર નેતા એ આપ્યા મોટા સંકેત

અનેક નેતા 60 વર્ષથી વધુ ઉંમરના છે. ત્યારે પક્ષ યુવાનો અને આગળ કરી ભવિષ્યના લીડરશીપ તૈયાર કરવા માંગે છે. એક તરફ ગુજરાતમાં ભાજપ દ્વારા કરવામાં આવેલી કવાયતથી પાયાના અને કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે પહેલી વાર એવું છે કે જૂના જોગીઓ ની જગ્યાએ પ્રથમવાર ધારાસભ્ય બનવા માં કેટલાક મંત્રીઓ આવ્યા છે. તો આપણું પણ ક્યારે વારો આવશે તેવી આશા કાર્યકર્તાઓમાં જાગી છે.

આ બાબતે વાત કરતાં ભુતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારમાં પ્રતિભાશાળી મંત્રી ગણાતા નેતા એ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, જે રીતે પક્ષના મોવડી મંડળે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી સમગ્ર મંત્રીમંડળની પડતા મૂક્યા છે.

અને નવા ચહેરાને આગળ કરીને સરકારની રચના કરવામાં આવી છે. તે જોતા લાગી રહ્યું છે કે, ભાગ્યે જ કોઇ જૂના મંત્રી કે નેતાને આગામી ચૂંટણીમાં ટિકિટ મળશે જો મળશે.

તો કોઈ એકલદોકલ જેવા કેસ હશે પૂર્વ મંત્રીએ આગળ ઉમેર્યું કે રૂપાણી કેબિનેટ માં જેટલા પણ મંત્રી હતા. તે પૈકી મોટાભાગના 60 વર્ષની ઉપરના હતા. અને દાયકાથી મંત્રી તરીકે કામ કરતા હતા.

તેવામાં જ્યારે પાર્ટીએ ચૂંટણી પહેલા જ જાણીતા ચહેરાઓને પડતા મૂક્યા છે. અને આગામી ચૂંટણીમાં પણ નવા ચહેરાઓને અને નવી પેઢીને આગળ કરવામાં આવશે.

એક વરિષ્ઠ ભાજપ નેતા અને પક્ષ દ્વારા કરવામાં આવી રહેલા તમામ ફેરફારની પ્રક્રિયાથી વાકેફ એવા તેમણે કહ્યું કે, પક્ષના મોવડી મંડળ પાસે આગામી લાંબા સમય અને ક્લિયર વિઝન છે.

પક્ષની નીતિ છે કે, નવી પેઢીને ચાન્સ આપીને નવી લીડરશીપ તૈયાર કરવામાં આવે. અને આ રીતે ગુજરાતમાં પક્ષની આગળ વધારવા માટે નવી નેતાગીરી તૈયાર થાય.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *