વડગામ ભાજપ તાલુકા પ્રમુખ ના નિવેદનોનો વિવાદ વધુ વકર્યો છે. ચૌધરી સમાજ વિશે ટિપ્પણી મામલે સમાજના આગેવાનો અને સી.આર.પાટિલ વચ્ચે બેઠક યોજાઈ હતી, પરંતુ આ બેઠકમાં સી.આર.પાટીલ ચૌધરી સમાજના આગેવાનો સાથે અસભ્ય વર્તન કર્યું હોવાના આક્ષેપ છે. સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ચૌધરી સમાજના આગેવાનો ભેમાભાઇ ચૌધરી એક ખુલાસો કર્યો છે,
એમાં ભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે, સીઆર પાટીલે ચૌધરી સમાજની માફી માગવી જોઈએ. આ મામલે પાંચ સપ્ટેમ્બરે વડગામ ખાતે આંજણા મહાસભાનું આયોજન કરાયું છે.
જેમાં વડગામ જિલ્લાના પ્રમુખ મંત્રી હાજર રહેશે. ચૌધરી સમાજ વડગામ ભાજપના કાર્યકરોનું બહિષ્કાર કરશે. ભાજપની સભામાં જતાં સમાજના આગેવાનો પણ અટકાવશે.
વડગામના TDO કે.કે ચૌધરી ની બદલીમાં ભાજપ નેતા નો હાથ હોવાનું આક્ષેપ થયા હતા. પૂર્વ TDO પરમાર અને વડગામ ભાજપના પ્રવીણ સિંહ રાણા ની વચ્ચે વાતચીતનું એક વીડિયો વાયરલ થયો હતો,
જેમાં ભાજપ પ્રમુખ દાવો કરી રહયા હતા કે,તેમજ TDOની બદલી કરવી હતી. પ્રવિણસિંહ રાણાએ પૂર્વ સીઇઓ સાથે વાતચીતમાં બદલી કરવાની હોવાની કબુલાત કરી હતી.
પૂર્વ ને પ્રવિણસિંહ કહ્યું હતું કે, સોનાનો સિક્કો સોમનાથ મોકલ્યો છે. આ વીડિયો સામે આવ્યા 8 દિવસ પહેલાં જ વડગામ TDO કે કે ચૌધરી ની બદલી કરાઇ હતી. ટીડીઓએ ભાજપ પ્રમુખના ગામમાં બાંધકામના મુદ્દે કાર્યવાહી કરી હતી. કાર્યવાહી બદલી કરાવી હોવાની જે સમયે ચર્ચા ઉઠી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!