ભાજપ અને કોંગ્રેસના દાવેદાર પદ માટે, બંને પક્ષ દ્વારા દોડધામ..
અમદાવાદ મ્યુનિસિપલ ની સામાન્ય ચૂંટણી બાદ ચાંદખેડા બોર્ડ ની ભાજપની મહિલા કોર્પોરેટર રાજીનામું ધરી દેતા અને ઇસનપુર બોર્ડના ભાજપી કોર્પોરેટર નું અવસાન થતા બંને બેઠક માટે અરજી ઓક્ટોબર પેટા ચૂંટણી યોજવામાં આવશે. મ્યુનિસિપલ ભાજપના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મ્યુનિસિપલ ચૂંટણી ફેબ્રુઆરી મહિનામાં યોજાય હતી,
તેનું પરિણામ જાહેર થયા બાદ એપ્રિલ મહિનામાં ચાંદખેડા વોર્ડમાંથી ભાજપના કોર્પોરેટર પ્રતિમાબેન સક્સેનાએ અચાનક સાથી કોર્પોરેટર કે શહેર નેતાગીરી સાથે ચર્ચા-વિચારણા કર્યા વગર રાજીનામું આપી દીધું હતું.
તેના પગલે પહેલાં તો ભાજપે પ્રતિમાબેન ને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ માન્યા નહોતા અને જોડે રાજીનામું મંજુર કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ ઇસનપુર વોર્ડ માંથી બે કોર્પોરેટર તરીકે ચૂંટાતા ગૌતમભાઈ પટેલ વડોદરા ખાતે હોસ્પિટલમાં સારવાર દરમ્યાન અવસાન થતા તેમના બેઠક ખાલી થઈ હતી.
આમ ચાંદખેડા અને ઇસનપુર બોર્ડની બેઠક ખાલી પડતા બંને જગ્યાએ પેટાચૂંટણી યોજાશે, તે નિશ્ચિત હોવાથી ચાંદખેડામાં મહિલા કાર્યકરો તથા પુરુષ કાર્યકરો પોતાની પત્નીને ઉમેદવાર બનાવવાના પ્રયાસમાં લાગી ગયા હતા.
તેવી જ રીતે ઇસનપુર ગૌતમભાઈ ના અવસાન બાદ બોર્ડના અમુક વધારો તથા કાર્યકરો પણ શહેર અને પ્રદેશના નેતાઓને ત્યાં આંટાફેરા કરવા લાગ્યા હતા.
મ્યુનિસિપલ ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર ઇસનપુર અને ચાંદખેડા બંને બેઠક જાળવી રાખવા માટે પાર્ટી મક્કમ છે. તેની સામે કોંગ્રેસ પક્ષની ઇસનપુરમાં બેઠક મળવાની આશા નથી.
પરંતુ ચાંદખેડામાં એક મહિલા બેઠક જાળવી રાખી છે, અને બીજી મહિલા બેઠક ભાજપ પાસેથી આંચકી લેવા પ્રયાસો કરવામાં પાછી પાની કરવામાં નહીં આવે તેમ શહેર કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!