ભાવનગરમાં ભારે વરસાદને કારણે નદીઓમાં આવ્યો ઘોડાપૂર, ડેમ તૂટી જતા અનેક ગામોમાં…

ભાવનગરના મહુવા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા ચેકડેમ તૂટી ગયો છે. બગદાણા પાસે આવેલા મોણપર ગામ સરકાર દ્વારા બનાવેલ ચેક ડેમમાં વરસાદી પાણી ભરાતા જ તૂટી જતા ડેમની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે. બીજી તરફ સારા વરસાદને કારણે રસ્તા પાણી પાણી થઈ ગયા છે. મહુવા પંથકમાં સારે વરસાદને કારણે ડેમ 70% ભરાઈ ગયો છે.

રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. આવનારા થોડા દિવસોમાં મેઘરાજા પૂરજોશમાં બેટિંગ કરશે તેવો હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ભારે વરસાદને કારણે ડેમ તૂટી જતા અન્ય ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. હજી આગામી ત્રણ થી ચાર દિવસ રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર જવાના કારણે વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

દરિયાકાંઠે ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારો તેમજ સ્થાનિકો કે પ્રવાસીઓને દરિયાકાંઠે ન જવા માટેની ચેતવણી આપવામાં આવી છે. વલસાડ જિલ્લા કલેક્ટરે દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા માછીમારોને દરિયો ન ખેડવા માટે ની સૂચના આપી છે.

ભારે વરસાદ સાથે ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિમાં ત્રણથી ચાર મીટર ઊંચા દરિયાઈ મોજા ઉછળવાની સંભાવના છે. જેથી માછીમારો તેમજ સ્થાનિક લોકોને દરિયાથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *