સમાચાર

ગુજરાતમાં ભારે વરસાદને કારણે આ ડેમ છલકાયા, ખેડૂતોમાં ખુશીની લહેર..

ગુજરાતના લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી જેને કારણે રાજ્યના બધા ડેમમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. નર્મદા ડેમ ની વાત કરવામાં આવે તો અહીંયા એક દિવસમાં 24 નો વધારો થયો છે. જેના કારણે હા ડેમની સપાટી 119.41 મીટર છે. પરિણામે પાવર હાઉસના બધા યુનિટ બંધ કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે નર્મદા ડેમની ભયજનક સપાટી 138.68 મીટર છે. બીજી તરફ ભાવનગરમાં આવેલ શેત્રુંજી ડેમ પર પાણીથી છલોછલ થઇ જતા ડેમ નુ પાણી પછી કેનાલમાં છોડવામાં આવ્યું હતું.

કેનાલમાં હાલ 200 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. તમને જણાવી ને જઇએ તો તમને નવાઈ લાગશે કે, 200 કયુસેક પાણી છોડતાં પછી પણ ડેમમાં હાલ 200 કયુસેક પાણીનો જથ્થો છે.

ભારે વરસાદને કારણે ગઈ કાલે શેત્રુંજી ડેમના દરવાજા પણ ખોલવામાં સુરતમાં આવેલું કાઈ ડેમના પાણીનો જથ્થો પણ વધી ગયો છે. જેના કારણે ડેમની સપાટી 338 ફૂટ પહોંચી ગઈ 1.43 લાખ કયુસેક પાણીની આવક થઈ છે.

જેથી હથનુર ડેમના ત્રણ દરવાજા ખોલી ત્યાં 80 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, ઉકાઈ ડેમના ઉપરવાસમાં સારો એવો વરસાદ નોંધાયો છે.

જેના કારણે બે દિવસમાં ડેમની સપાટીમાં 4 ફૂટ જેટલો વધારો થયો છે પરિણામે ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યાનો પણ સમાધાન આવ્યું છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *