રાજકારણમાં ભૂકંપ / કોંગ્રેસના પ્રમુખ પદનો આવ્યો ઉકેલ, આ દિગ્ગજ નેતાએ કર્યો મોટો ખુલાસો..

ગુજરાત કોંગ્રેસની કમાન કોને સોંપવી તે મામલે છે દિલ્હી હાઇકમાન્ડ સુધી જ થાય પરંતુ આ મુદ્દે હજુ સુધી કોઈ નામ પર પૂર્ણવિરામ મુકાયું નથી. ગુજરાત કોંગ્રેસ પ્રમુખનું કોઈ હજી સુધી ઉકેલ આવ્યો નથી. ત્યારે કોંગ્રેસના સીનિયર નેતા શક્તિસિંહ ગોહિલે આ મુદ્દે મોટો ખુલાસો કર્યો છે. તેમને ખુલાસો કરતા કહ્યું કે, મારું નામ ચર્ચામાં છે પણ મેં અપીલ કરી છે. ગુજરાત કોંગ્રેસના નવા નેતૃત્વ મુદ્દે રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે પ્રભારી ઓ બધા લોકોના મંતવ્ય જાણી નિર્ણય કરશે.

મને ત્યાં જવાબદારી સોંપવામાં આવે ટૂંક સમયમાં કોંગ્રેસના નવા પ્રમુખની જાહેરાત થશે. શક્તિસિંહે પાટિલે આજે રાજકોટ કોંગ્રેસના કાર્યકરો સાથે સ્નેહમિલન કર્યું. ચોટીલા માતાજીના દર્શન કરવા જતા પહેલા કાર્યકરોને મળ્યા હતા.

સાથે જ તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, આગામી ચૂંટણીમાં કોંગ્રેસ એક થઈને ચૂંટણી લડશે. ભાજપ સરકારે ટેક્સ ઘટાડી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડ્યા છે.

અહંકાર સાથે ચાલતી ભાજપ સરકારે ટેક્સ ઘટાડી લોકોને થોડી રાહત આપી છે. તો બીજી તરફ કેટલાક રાજ્યોમાં એકસાઈઝ ડયુટી ઘટાડી છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ ઘટાડવાની જરૂર છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના થતા સંગઠનના ફેરફારોને હું પ્રભારી મહામંત્રી તરીકે સ્વીકારું છું. તેમાં મારી કોઈ પણ દખલઅંદાજી હોતી નથી, અને ક્યારેય પણ હશે નહિ હું ગુજરાતનો વતની છું.

એટલે ગુજરાતની બાબતમાં હાઈ કમાન્ડને પણ જણાવ્યું કે મારો અભિપ્રાય પૂર્વગ્રહ પણ હોઈ શકે, એટલે હું તેમાં કઈ કહી શકું નહીં.

મને હાઇકમાન્ડ પર પૂરો વિશ્વાસ છે કે, લોકો ની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય કરશે અને ગુજરાતના નેતૃત્વ યોગ્ય હાથમાં સોંપવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *