રાજકારણમાં ભૂકંપ / ગુજરાત કોંગ્રેસની કમાન આ દિગ્ગજ નેતા સંભાળશે, ભાજપની ચિંતામાં વધારો..
આજે ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક મળી હતી જેમાં મોટાભાગના ધારાસભ્યો એ એક અવાજે ગુજરાત કોંગ્રેસની કમાન પ્રશાંત કિશોર ને સોંપવા માગણી કરી હતી.આ બેઠકમાં ગુજરાતના નવા પ્રભારીની ઝડપથી નિમણુક કરવા ઉપરાંત 2020 ગુજરાત વિધાનસભાની ચૂંટણીની કમાન સોંપવાની માંગ ઉઠી હતી.
આ દરમિયાન વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, આજની આ મહત્વની બેઠક ખાસ કરીને વિધાનસભા સત્ર તેમજ આગામી વર્ષે યોજાનારી ચૂંટણી માટે રાષ્ટ્રીય નેતૃત્વ ગુજરાત પ્રદેશ સંગઠન પ્રભારી નિમણૂક કરે તે અંગે વિચાર વિમર્શ કરવા માટે બોલાવાઈ હતી.
ભાજપના શાસનમાં ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો. આ મિનિસ્ટ્રી દ્વારા ભાજપની નાનામાં નાની અને મોટામાં મોટી નિષ્ફળતાઓ લોકો સુધી લઈ જવામાં આવશે.
ધાનાણીએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે સરકાર વહીવટના દરેક મોરચે નિષ્ફળ નીવડી છે.
એટલું જ નહીં રિમોટ કન્ટ્રોલથી ચાલતી રૂપાણી સરકારને ઘરે બેસાડી નવા નિશાળિયાઓની રાજ્યનું શાસન શોપિંગ ગુજરાતની જનતાને છેતરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ત્યારે કોંગ્રેસ ન્યા યાત્રા અંતર્ગત સરકાર મૃતકના પરિવારને ઝડપથી સહાય ચૂકવે તેવી માંગ સાથે આગળ વધી રહી છે. વિધાનસભા સત્ર મળે તે પહેલા કામકાજ સલાહકાર સમિતીમાં ખુલ્લેઆમ કોંગ્રેસ ચર્ચા કરશે અને પ્રજાની વેદનાને વાચા મળે તે માટે પણ કોંગ્રેસની દ્વારા કામ કરવામાં આવશે.
આ બેઠકમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યો ઉપરાંત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા તેમજ દંડક અશ્વિન કોટવાલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!