રાજકારણમાં ભૂકંપ / કોંગ્રેસ વિપક્ષ નેતાના નામ અંગે આ દિગ્ગજ નેતાએ કર્યો મોટો ખુલાસો..

અમદાવાદમાં એક તરફ વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષમાં આવી રહી છે. તેવામાં ગુજરાત કોંગ્રેસ કશુંક ઠીક નથી તેઓ કોંગ્રેસ નેતાના પત્ર પરથી લાગી રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ માંથી જ તેમના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા નામની જાહેરાત કરવાની માંગ ઉઠી છે. સ્વરાજની ચૂંટણીના પરિણામો પોતાની ધારણા કરતાં વિપરીત આવતા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી જવાબદારી સ્વીકારી પોતાના રાજીનામા હાઇકમાન્ડને મોકલી આપ્યા છે. .

જેને લઇને છેલ્લા નવ મહિનાથી આ પદ પર નિમણૂક થઇ નથી. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા નિયુક્તિ મામલે હવે કોંગ્રેસમાંથી જ માંગ ઉઠી છે.

કોંગ્રેસ નેતા એ રાહુલ ગાંધીને પત્ર લખી કોંગ્રેસ માટે લડનારા નેતાઓ ની માંગ કરી છે. આ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, કોંગ્રેસના નેતૃત્વ નિમણૂક એક લોકતાંત્રિક પ્રક્રિયાથી થાય છે.

જોકે અંતે તો ટીમ કોંગ્રેસ જ કામ કરતી હોય છે કોંગ્રેસને પ્રજાના હક અને અધિકાર માટે ખેડૂત વિરોધી નીતિઓ યુવા વિરોધી નીતિઓ સામે લડવાનું છે.

રાહુલ ગાંધી ધારાસભ્યોને ગુજરાત પ્રભારી અને નેતાઓ સાથે આ મામલે પરામર્શ કરી રહ્યા છે.

ઝડપથી તે અંગે નિર્ણય લેવાશે મહત્વનું છે કે, 2022માં આવનાર વિધાનસભા ઇલેક્શન ને લય ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે કોંગ્રેસ હજુ પણ ઘોર નિંદ્રામાં છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા ના નામ નક્કી નહિ થતા અન્ય નેતાઓની ધીરજ ખૂટી રહી છે. અને પોતાના માટે લડી શકે તેવા નેતા ના નામ ની જાહેર કરવા માટે માંગ કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *