ED દરોડા / જેલમાંથી ભેગા કર્યા હતા આ રીતે 200 કરોડ, દરોડા પાડતાં થયો ચોંકાવનારો ખુલાસો, જાણો.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઈસ્ટ કોસ્ટ રોડ પર સ્થિત સુકેશના જે મકાનમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ મકાનની કિંમત કરોડો રૂપિયામાં જણાવવામાં આવી રહી છે.દરોડા દરમિયાન કાર્યવાહી કરતી વખતે એ ભારે માત્રામાં રોકડ જપ્ત કરી છે, અને લગભગ 15 વૈભવી કારો પણ જપ્ત કરી છે. સુકેશ બિઝનેસમેનની પત્ની પાસેથી 200 કરોડની ખંડણી વસૂલી હતી.
મહત્વનું છે કે, તાજેતરમાં સુકેશ તિહાર જેલની અંદર એક મોટા બિઝનેસમેન ની પત્ની પાસે થી લગભગ 200 કરોડની ખંડણી વસૂલી હતી. જેમાં RBL બેંક ના અધિકારીઓ સહિત તિહાર વહીવટીતંત્રના અમુક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
સુકેશ ની નજીક ગણાતી લીના પોલ ને ED સતત પૂછપરછ કરી રહી છે. સુકેશની કેસમાં ધરપકડ કરી હતી જે અત્યારે EOW કસ્ટડીમાં છે. ઉલ્લેખનીય છે કે, સુકેશ AIDMK સિબલ મામલામાં આરોપી છે. અને લાંબા સમયથી જેલમાં બંધ છે.
પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે, હાઈપ્રોફાઈલ ખંડણીખોર સુકેશ જેલમાંથી પણ મોટા મોટા બિઝનેસમેન ના સંપર્કમાં હતો અને ફોન કરીને સુપ્રીમ કોર્ટમાં કેસનો ઉકેલ લાવવાનું દાવો કરીને પૈસા વસૂલી રહ્યો હતો.
જેલમાં મોબાઇલ ફોન મળ્યા બાદ જેલ વહીવટી તંત્ર સાથે જોડાયેલા અમુક અધિકારીઓ રડાર પર આવી ગયા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!