ખાદ્યતેલના ભાવમાં થયો એકસાથે 200 રૂપિયા નો મોટો ઘટાડો ! ગૃહિણીઓમાં ખુશીની લહેર

વધતી જતી મોંઘવારી વચ્ચે સામાન્ય માણસ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થવાના એંધાણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. ખાદ્ય તેલ પરની આયાત જકાત ઘટાડવાના સરકારના પગલે હવે તેની અસર જોવા મળી રહી છે. મધર ડેરી બાદ અદાણી વિલ્મર એ પણ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી દીધી છે.

દિલ્હી એનસીઆરમાં દૂધ વેચતી અગ્રણી કંપની મધર ડેરીએ તેની ખાદ્યતેલ બ્રાન્ડ ધારાના ભાવમાં પ્રતિ લિટરે રૃપિયા 15 નો ઘટાડો કર્યો છે. ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થવાના મુખ્ય બે કારણ જાણવા મળી રહ્યા છે.

પહેલું કારણ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે, અને સાથે સાથે દેશમાં ખાદ્યતેલની આયાત ડ્યૂટીમાં પણ સરકાર દ્વારા ઘટાડો કરવામાં આવ્યો છે.

અદાણી વિલ્મર એ તેના ફોરચુનર રિફાઇન્ડ ઓઇલ એક લિટર પેટ્રોલની કિંમત રૂ 220 ઘટાડીને 210 રૂપિયા પ્રતિ લીટર કરી દીધી છે. સોયાબીન અને મસ્ટર્ડ ઓઇલ જેની એક લિટરની કિંમત 205 રૂપિયા હતી અને જ્યારે તેની નવી કિંમત 195 રૂપિયા થઈ જશે.

વધતી જતી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નોંધાતા ગૃહિણીઓને રાહતનો અનુભવ થઈ રહ્યો છે. મધર ડેરીએ તમામ પ્રકારનાં મહત્તમ છૂટક કિંમત 15 રૂપિયાનો ઘટાડો કર્યો છે.

નવા સ્ટોક આવતા સપ્તાહથી બજારમાં આવવાની ધારણા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ને ઘટાડાને કારણે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ભારત માંગને પહોંચી વળવા દર વર્ષે લગભગ 13 મિલિયન ટન ખાદ્યતેલની આયાત કરે છે. આયાત સસ્તી થવાને કારણે હવે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *