શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા : પ્રાથમિક શાળા ખોલવાને લઈને આપ્યું મોટું નિવેદન.
ગુજરાતમાં આ મહામારી ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ હતી ત્યારે હાલમાં કોરોના કેસ દિવસેને દિવસે ઘટી રહ્યા છે અને ધીમે ધીમે રાજ્યમાં કોરોના સંક્રમણ કાબૂમાં આવતું જાય છે ત્યારે રાજ્ય સરકાર અનલૉકની પ્રક્રિયા તરફ વળી રહી છે.
ત્યારે શાળા-કોલેજ ખોલવાને લઈને પણ રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાં પ્રાથમિક શાળાઓ ફરીથી શરૂ કરવાને લઈને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વનું નિવેદન આપ્યું છે.
આ ઉપરાંત તેમને જણાવ્યું કે આગામી સમયમાં થનારી કોર કમિટીની બેઠકમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ ની શાળાઓ ફરીથી શરૂ કરવાને લઈને ચર્ચાઓ કરવામાં આવશે ત્યારબાદ તેની જાહેરાત કરવામાં આવશે.
આ ઉપરાંત રાજ્યમાં ધોરણ નવ અને 11 ના વિદ્યાર્થીઓની શાળા શરૂ કરવાને લઈને રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 અને 11 ના વર્ગો શરૂ કરવાને લઈને મહત્વના નિર્ણયો લેવાયા છે. આ ઉપરાંત શાળાઓ શરૂ કરવાને લઈને વિદ્યાર્થીઓના વાલી ની સહમતી જરૂરી છે.
આ ઉપરાંત 1 ફેબ્રુઆરી ટ્યુશન ક્લાસીસ પણ શરૂ કરવાને લઈને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!