શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પદભાર સંભાળ્યા બાદ કર્યું આ મોટું કામ, જાણો.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ તથા વિજ્ઞાન અને પ્રોધોગિક મંત્રી તરીકે સ્વર્ણિમ સંકુલ ખાતે સંભાળી લીધો છે. મંત્રી જીતુ વાઘાણી ભારાપર સંભાળતાની સાથે જ રાજ્યના વિદ્યાર્થીઓ અને યુવાનો માટે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.

આ ઉપરાંત શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત 906 વિદ્યાર્થીઓને રૂપિયા 7.83 કરોડની નાણાકીય સહાય મંજૂર કરવામાં આવી છે.

જેમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત 383 વિદ્યાર્થીઓને રૂપિયા 4.51 કરોડની નાણાકીય સહાય મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ અંતર્ગત કુલ 94 વિદ્યાર્થીઓને 2.67 કરોડની નાણાકીય સહાય

અને શોધ યોજના અંતર્ગત કુલ 429 વિદ્યાર્થીઓને 64.35 લાખની નાણાકીય સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ ઉપરાંત સ્ટુડન્ટ સ્ટાર્ટ અને ઇનોવેશન પોલિસી અંતર્ગત 5 યુનિવર્સિટી અને 5 સંસ્થાઓને 86.45 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

તેમજ રાજ્યવ્યાપી સ્માર્ટ ગુજરાત ઇન્ડિયા હેકાથોન સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓ ની 18 ટીમને 7.20 લાખના ઇનામો આપવામાં આવ્યા છે.

એ જ રીતે ડિજિટલ એજ્યુકેશન, ડેવલોપમેન્ટ અંતર્ગત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પ માં વાઇફાઇ કરવા ડિજિટલ ક્લાસરૂમ ઊભા કરવા પ્રાઈમરી સુવિધા ઉભી કરવી શૈક્ષણિક સોફ્ટવેર ની ખરીદી જેવા વિવિધ હેતુઓ માટે ચાલુ વર્ષે મંજૂર થયેલી રકમ પેકી રૂપિયા 15 કરોડ ફાળવાયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *