શિક્ષણ મંત્રી ની મોટી જાહેરાત / આ તારીખથી ગુજરાતમાં ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરાશે, જાણો.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, આગામી 2 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ થશે. સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, મહામારીની ગાઈડલાઈન નું પાલન કરવું પડશે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, ધોરણ 9 થી 12 માં લાગુ પડતો SPO ધોરણ 6 થી 8 માં પણ લાગુ થશે, જ્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે માસ્ક પહેરવું ફરજીયાત રહેશે.

તેમજ 50 ટકા ની ક્ષમતા સાથે વર્ગોમાં શિક્ષણ શરૂ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, આ જાહેરાત સાથે 10 હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓ માં પણ વર્ગો શરૂ થશે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વાત સાથે જણાવ્યું હતું કે, ગઈકાલે શિક્ષણ સ્વચ્છતા સર્વેક્ષણ માં જે શિક્ષકોએ ભાગ લીધો છે, તેમનો આભાર વ્યક્ત કરું છું.

જે શિક્ષકોએ ભાગ લીધો હતો તેમણે કહ્યું હતું કે, અમારા માટે આ સારું હતું અને અમારા પણ જ્ઞાનમાં વધારો થયો છે. તેમને કહ્યું હતું કે, આ મરજીયાત હતી અને કોઈ પણ ભવિષ્યની કારકિર્દી પર કોઈ પણ અસર પડવાની હોતી નથી.

ઉલ્લેખનીય છે કે, કેટલાક લોકોએ શિક્ષણને આ સર્વેક્ષણ નો બહિષ્કાર કરવા માટે ઉશ્કેર્યા હતા, તેમ છતાં હજારોની સંખ્યામાં શિક્ષકો સ્વેચ્છાએ સર્વેક્ષણમાં જોડાય અને પોતાના શિક્ષણ તત્પરતા અને નિષ્ઠા પ્રદર્શિત કરી હતી.

આ અભિયાન અંગેની વધુ વિગતો આપતા શિક્ષણ સચિવ વિનાદ રાવે જણાવ્યું હતું કે, અત્યાર સુધીના શિક્ષણના ઇતિહાસમાં આ પ્રકારનું સર્વેક્ષણ આટલા વિશાળ સમૂહ પર અગાઉ ક્યારેય થયું નથી.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની આ ઐતિહાસિક પહેલ ભવિષ્યમાં ભારતના અન્ય રાજ્યો માટે દીવાદાંડી બની રહેશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *