Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મેઘરાજાની એન્ટ્રી / લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા આ તારીખે રાજ્યમાં ભારે મુશળધાર વરસાદની આગાહી - GUJJUFAN

મેઘરાજાની એન્ટ્રી / લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા આ તારીખે રાજ્યમાં ભારે મુશળધાર વરસાદની આગાહી

વલસાડ જિલ્લામાં મેઘરાજા છે. તેના કારણો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વલસાડ જિલ્લામાં ઉસ્તાપર પાણી ભરાવાને કારણે કુલ 24 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વલસાડના અને વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાપી ખાતે પણ મુશળધાર વરસાદ વરસતા મુખ્ય માર્ગ પર પાણી ભરાયા હતા. મેઘરાજાની તોફાની બેટિંગને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે.

એક કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. ગામની ચારે બાજુ પાણી થઈ ગયું છે. ગામના બસ સ્ટેશન પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે. બીજી તરફ ભાવનગરમાં શેત્રુંજી જળાશય ઓવરફ્લો થયો છે. નવ જિલ્લામાં સો ટકાથી વધારે વરસાદ થયો છે.

લાંબા સમયના વિરામ બાદ રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા એ ધબડાસટી બોલાવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. કચ્છ, સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થાય તેવા એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. બંગાળમાં લો પ્રેશર સર્જાવાના કારણે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, નર્મદા, ડાંગ, ભરૂચમાં સારા વરસાદના વ્યક્ત કરવામાં આવ્યા છે.

ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાંથી ભારે વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત કચ્છ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં સર્જાયેલા સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમને કારણે વધુ એક રાઉન્ડની શરૂઆત થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર ડાંગ, નવસારી, વલસાડ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *