નવરાત્રિમાં સરકાર મંજૂરી આપે તો પણ આ વખતે ગુજરાતમાં ગરબા થાય તેમ…

ગુજરાતના ગરબા ખેલૈયાઓ માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ વખતે મહામારીની પગલે ગરબા યોજવા માટે આયોજકોએ નિર્ણય લીધો છે. રાજ્યમાં મોટા શહેરોમાં દર વર્ષે મોટા આયોજકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી મહામારીને કારણે આ કાર્યક્રમ ઉજવવામાં આવતો નથી.

મહામારીની ત્રીજી લહેરની આશંકાને લીધે આ વખતે પણ ગરબા નહીં યોજાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. એ મહત્વનું છે કે, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર જેવા શહેરોમાં મોટા આયોજનો કરવામાં આવે છે. તેમજ પાર્ટીપ્લોટમાં પણ ખેલૈયાઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવાતી હોય છે.

ત્યારે વડોદરા અને અમદાવાદના આયોજકો આ વખતે ગરબા નહીં યોજાય તેવું જણાવી રહ્યા છે. શહેરમાં મણીનગર નો મણીયારો, બોલીવુડ હબ, ગોકુળ રાસ ગરબા, શ્રી ઇવેન્ટના આયોજકો ગરબાનું આયોજન નહીં કરે. ત્યારે આ વખતે ગરબા નહીં યોજાય તેવું જણાવતા આયોજકો કહી રહ્યા છે કે, ગરબામાં સામાજિક અંતર જળવાય તે શક્ય નથી.

તેમજ માસ્ક સાથે પણ ખેલૈયાઓ ગરબા રમી શકતા નથી, સાથે મોટા ગરબા રમવા માટે મેદાન માં ઓછા લોકો સાથે આયોજન કરવું તે પોષાય તેમ ન હોવાથી આયોજકોએ આ નિર્ણય લીધો છે. આ વખતે મહામારીની ત્રીજી લહેરને કારણે વડોદરા જેવા શહેરમાં પણ ગરબા નહીં યોજાય તેઓ કાર્યકરોએ નિર્ણય લીધો છે.

માતા શક્તિ ના આયોજકો ગરબા ના આયોજન માટે તૈયાર નથી. લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ વખતે ગરબા નહીં કરવાનો નિર્ણય લીધો છે. ગયા બે વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાનું આયોજન નહીં કરવામાં આવે.

મોટાભાગના આયોજકો એક જ સૂર કહી રહ્યા છે કે, આ વખતે ગરબા નું આયોજન નઇ થાય. લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ વખતે નવરાત્રિની ઉજવણી અને કાર્યક્રમો નહીં કરવામાં આવે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *