ભુપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓનાં ખાતાઓની ફાળવણી કરી દેવામાં આવી છે. રૂપાણી સરકારના તમામ મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે. દરમ્યાન નવા મંત્રીમંડળની સફર બાદ પૂર્વ મંત્રી અને વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી દાવો કર્યો છે કે, સુરતની વરાછા બેઠક જીતવી અઘરી છે કેમ કે ભાજપના મતદારો વિમુખ થયા છે અને આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધ્યું છે.
ગુજરાતમાં આખી સરકાર બદલી નાખવા પાછળ એક મોટું કારણ ભાજપના પડતા મુકાયેલા મંત્રીએ જ આપી દીધું છે. પૂર્વ બની ચૂકેલા મંત્રી કુમાર કાનાણી એ કહ્યું કે, સ્થિતિ ખૂબ ખરાબ છે, વર્ષ 2012 અને વર્ષ 2017 કરતા પણ ખરાબ છે.
એટલે આગામી ચૂંટણીમાં પાર્ટીએ આ ધ્યાન રાખવું પડશે. આમ આદમી પાર્ટી અમારા વિસ્તારમાં થી 27 બેઠક બોલાવી છે. સરકારના રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન રહેલ કુમાર કાનાણીને નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ પછી ઇન્ટરવ્યુ આપ્યું હતું.
તેમને મંત્રીમંડળમાં થી દૂર કરાયા તો તમને કેવી લાગણી થઈ તે અંગે કુમાર કાનાણીને કહ્યું કે, તેમણે ક્યારેય ટિકિટ પણ માગી નથી અને મંત્રી પદ પણ માગ્યું નહોતું. એટલે હરખ-શોક જેવું કંઈ છે નહીં.
પાર્ટીએ જે યોગ્ય લાગ્યું છે તે નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું કે, બુધવારે તેમને કહેવામાં આવ્યું કે, સિનિયર મંત્રીઓએ પણ રાજીનામું આપી દીધું છે. તમારે પણ આપી દેવાનું છે.
એટલે તેમને આપી દીધું કાનાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે, હવે તમારું ભવિષ્ય શું ફરી 2022માં ચૂંટણી લડશે ખરા ?આ સવાલના જવાબમાં કાનાણી બોલ્યા કે, તેઓ ટિકિટ માંગતા નથી હવે તારી જરૂર નોંધાવે છે.
આગામી ચૂંટણીમાં પણ નોંધાવશે પરંતુ તેમણે એક મહત્વની વાત એ પણ કહી કે હાલ સ્થિતિ ખૂબ ખરાબ છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!