Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
દરિયો બન્યો ગાંડોતૂર, ભારે પવનને કારણે હવામાન વિભાગે વ્યક્ત કરી વાવાઝોડાની સંભાવના - GUJJUFAN

દરિયો બન્યો ગાંડોતૂર, ભારે પવનને કારણે હવામાન વિભાગે વ્યક્ત કરી વાવાઝોડાની સંભાવના

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. બે દિવસ છોડીને રાજ્યમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થવાથી સારો વરસાદ થવાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં સૌથી વધારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. ઠંડર સ્ટ્રોમ દરમિયાન હવામાનમાં અચાનક પલટો આવ્યો છે.

દરિયો બન્યો ગાંડોતૂર જે દરમિયાન રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે. તારીખ 16 અને 17ના રોજ અમદાવાદમાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ મંગળવારે જણાવ્યું હતું કે, રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થયો છે.

જેને કારણે વરસાદી સિસ્ટમ થઈ ગયું છે ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું પહોંચી ગયું છે. રાજ્યના અન્ય ભાગોમાં પહોંચતા હજુ થોડો સમય લાગશે પરંતુ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થવાના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે.

વધુમાં મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે. દરિયો બન્યો ગાંડોતૂર રાજ્યના કેટલાક ભાગોમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

આ સાથે બનાસકાંઠા, ખેડા-આણંદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, વડોદરા, ભરૂચ, નવસારી, સુરત વલસાડમાં આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સવારે 6 વાગ્યાથી રાત્રે 8:00 સુધી જુદા જુદા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.

અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ ની એન્ટ્રી થઈ ગઈ છે. રાજ્યમાં આ વર્ષે પહેલો વરસાદ ખૂબ સારો રહેશે તેવી આગાહી કરવામાં આવી હતી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ખેડૂતોને વાવણી લાયક વરસાદ થઈ ગયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *