ખેડૂત આગેવાન સાગર રબારી આપમાં જોડાયા, શું કહ્યું તેમને જાણો…

ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિવસેને દિવસે મજબૂત બની રહી છે, સાથે તે પોતાનું કદ પણ વધારી રહી છે. ત્યારે આજરોજ વધુ એક ખેડૂત નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગુજરાતમાં છેલ્લા થોડાક સમયથી ઘણાં નેતાઓ, સામાજિક આગેવાનો તેમજ ઉદ્યોગપતિઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ ને પોતાની રાજકીય જીવનની સફર ની શરૂઆત કરી રહ્યા છે.

ત્યારે વધુ એક જ ખેડૂત આગેવાન અને ખેડૂત એકતા મંચ ના પ્રમુખ સાગરભાઇ રબારી ના રોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.સાગરભાઇ રબારી આમ આદમી પાર્ટીમાં જોડાતી વખતે કહ્યું હતું કે, ગુજરાતમાં 11 હજાર કિલોમીટરનો પ્રવાસ કરી, લોકોને પૂછી ને હું આપ માં જોડાયો છું,

એટલે મારો નિર્ણય કરશે નહિ. સાથે જ તેમણે કહ્યું હતું કે મહામારી ના સમયમાં અને ખેડૂતોની તકલીફોને સંભાળવામાં 27 વર્ષથી પોતાની પેઢી સમજીને રાજ કરતી ભાજપ તદ્દન નિષ્ફળ ગઈ છે, માટે મેં આ નિર્ણય લીધો છે.

ગુજરાતના જાણીતા અને દિગ્ગજ ખેડૂત નેતા સાગરભાઇ રબારી આજે ઈશુદાન ગઢવી અને ગુલાબસિંહ ની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને તેમને ખેસ અને ટોપી પહેરાવી ને આમ આદમી પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.

તમને જણાવી દઈએ કે, સાગર સાગર રબારી એક દિગ્ગજ ખેડૂત આગેવાન સાથે ખેડૂત એકતા મંચના પ્રમુખ છે અને ખૂબ સારી રીતે લોકપ્રિયતા ધરાવે છે. આપ માં જોડાયા પહેલા તેમણે ખેડૂત એકતા મંચના પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધું હતું, અને પોતાના જીવનની રાજકીય શરૂઆત કરી હતી.

દિગ્ગજ ખેડૂત આગેવાન સાગર રબારી ને આમ આદમી પાર્ટીમાં જોડીને આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે, શું સાગર રબારી ના આમ આદમી પાર્ટીમાં જોડાવાથી ખેડૂતોની વોટબેંક પર કબજો કરી શકશે કે નહીં.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *