દેવામાફી મુદ્દે અમદાવાદ જિલ્લાના ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે. ઉદ્યોગોને સબસીડી તો ખેડૂતોને સહાય કેમ નહીં તેઓ ખેડૂતોનું કહેવું છે. પંજાબ, રાજસ્થાનમાં દેવું માફ થાય તો ગુજરાતમાં ખેડૂતોનું દેવું માફ કેમ ન થાય તે બાબતે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે.
મહામારી ના સમયે ભાંગી પડેલા ઉદ્યોગોને બેઠા કરવા માટે સરકારે એક બાદ એક નિર્ણય લીધા છે. ઉદ્યોગો માટે મદદના નામે કરોડો રૂપિયાની લોન આપી રહ્યા છે. ત્યારે ખેડૂતો સહાય માટે રાહ જોઈ રહ્યા છે.
ખેડૂતો ની વેદના ખેડૂત જાણે છે, સરકાર આ વેદના થી અજાણ છે. ખેડૂતોના નામે વોટ માંગતા આ સરકાર ખેડૂતોને નજર અંદાજ કરી રહી છે.
સાણંદ જિલ્લાના ખેડૂતોએ દેવામાફી મુદ્દે રોષ વ્યક્ત કર્યો છે. તેમને કહ્યું કે, ઉદ્યોગો માટે સબસીડી મળે છે. તો ખેડૂતોને સહાય કેમ નહીં સરકાર ટેકાના ભાવે ખરીદી કરતી નથી મોંઘવારી વધી પરંતુ ખેડૂતો ના દેવા માફ ન થયા.
અત્યારે રાજ્યના ખેડૂતો ખેતી માટે બિયારણ ખરીદી કે, દેવું ભરે દેવું માફ થાય તો ગુજરાતમાં કેમ નહીં ? 2022 સુધી ખેડૂતોની આવક બમણી થવાને બદલે સાવ ઓછી થઈ ગઈ છે.
નાબાર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશભરના ખેડૂતો પર હાલ રૂપિયા 16.8 લાખ કરોડનું દેવું છે, જ્યારે ગુજરાતના ખેડૂતો ૯૦ હજાર કરોડના દેવા નીચે દબાયેલ છે. આ એક ખેડૂતો માટે મોટી આફત બની ગઈ છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!