Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મોંઘવારીનો માર / મહિનાના પહેલા જ દિવસે LPG ગેસ સિલિન્ડરની કિંમત માં થયો આટલા રૂપિયાનો વધારો, જાણો. - GUJJUFAN

મોંઘવારીનો માર / મહિનાના પહેલા જ દિવસે LPG ગેસ સિલિન્ડરની કિંમત માં થયો આટલા રૂપિયાનો વધારો, જાણો.

આ મહિનાની શરૂઆતના પહેલા જ દિવસે મોંઘવારી વધુ એક ફટકો લાગ્યો છે. સબસિડી વગરના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 25 રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા પંદર દિવસમાં બીજી વખત એલપીજી સિલિન્ડર ની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 18 ઓગસ્ટના રોજ ગેસ સિલિન્ડરની કિંમત માં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

હવે સબસિડી વગરનો સિલિન્ડર રાજધાની દિલ્હીમાં 884.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે. મુંબઈમાં પણ 14.2 કિલોના એલપીજી સિલિન્ડરનો દર હવે 884.5  રૂપિયા છે.

જ્યારે અત્યાર સુધી તે 859.50 રૂપિયા હતો. એલપીજી સિલિન્ડરનો 886 રૂપિયાથી વધીને 911 રૂપિયા પ્રતિ સિલિન્ડર થયો છે. જ્યારે ચેન્નાઈમાં એલપીજી સિલિન્ડર માટે તમારે આજથી 900.50 રૂપિયા ચૂકવવા પડશે.

જે ગઈકાલ સુધી 875.50 રૂપિયા હતા. ઉત્તર પ્રદેશના લખનૌમાં એલપીજી સિલિન્ડર માટે તમારે 897.5 રૂપિયા ચૂકવવા પડશે. ગુજરાતમાં અમદાવાદમાં એલપીજી  માટે 866.50 રૂપિયા ચૂકવવા પડશે.

અત્યાર સુધી આ સિલિન્ડર ભોપાલમાં 840.50 રૂપિયા ઉપલબ્ધ હતું. જે 865.50 રૂપિયા થઈ ગયું છે.IGL એ CNG અને PNG ના ભાવમાં પણ વધારો કર્યો હતો.

29 ઓગસ્ટથી દિલ્હી-એનસીઆરમાં સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થયો છે.હવે દિલ્હી એનસીઆરમાં સીએનજી 50.90 અને પીએનજી 30.86 રૂપિયા પ્રતિ એસસીએમ પર ઉપલબ્ધ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *