વધુ એક મોંઘવારીનો માર / લીલા શાકભાજી સહિત તમામ ખાદ્ય ચીજવસ્તુના ભાવ થયા બમણા, જાણો

હાલ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે થોડા સમયની મુખ્ય શાકમાર્કેટમાં લીલા શાકભાજીના ભાવમાં ખૂબ મોટો વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. છેલ્લા અઠવાડિયામાં મોડાસા સહિત અરવલ્લી જીલ્લામાં આકરા તાપથી જિલ્લાના ગરમીનું પ્રમાણ વધી ગયું છે. અને ઉનાળામાં શાકભાજીનું ઉત્પાદન ઓછું થવાને કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે.

ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે જ્યારે લીંબુ નો વપરાશ વધી ગયો છે. તે સમયે લીંબુના ભાવ ખૂબ મોટા પ્રમાણમાં વધી ગયા છે. ઉનાળાની અસર ને કારણે મોટાભાગના લીલા શાકભાજીના ભાવ ડબલ થઇ ગયેલા જોવા મળી રહ્યા છે.

સાથે સાથે રાજ્યમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે ઉત્પાદન પણ ઓછું થઈ રહ્યું છે. જેથી શાકભાજીના ભાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે.

લીંબુના ભાવ હાલ 150 આસપાસ પહોંચી ગયા છે. લીલા શાકભાજી ના ભાવ દિવસેને દિવસે વધતા સામાન્ય જનતાને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.

હાલ ના મરચા, આદુ, ધાણા, ટમેટા, ગુવાર ના ભાવ બમણા થઈ ગયા છે. હાલ ઉનાળામાં શાકભાજીનું ઉત્પાદન થવાને કારણે ભાવ બમણા થતાં જોવા મળી રહ્યા છે.

પહેલા કોથમીર ના ભાવ 30 થી 40 રૂપિયા કિલો જોવા મળતા હતા. પરંતુ હાલ તેના ભાવ 120 રૂપિયા ને પાર પહોંચી ગયા છે. તેમજ લીલા શાકભાજીના ભાવ 40 રૂપિયા કિલો જોવા મળતા હતા. હાલ તે 70 રૂપિયા નેપાળ જોવા મળી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *