Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મોંઘવારીનો વધુ એક ઝટકો / શાકભાજી સહિત તમામ ખાદ્ય ચીજવસ્તુના ભાવ થયા બમણા, જાણો - GUJJUFAN

મોંઘવારીનો વધુ એક ઝટકો / શાકભાજી સહિત તમામ ખાદ્ય ચીજવસ્તુના ભાવ થયા બમણા, જાણો

ગુજરાતમાં શાકભાજી અને કઠોળના ભાવમાં સતત વધારો થયો છે. જ્યારે રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવ કેટલા છે, અને કેટલા થયા તેના પર એક નજર કરીએ. રાજ્યમાં એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ લોકોને દઝાડી રહ્યા છે. તેવામાં અઘરામાં પુરુ શાકભાજી અને કઠોળ ના ભાવ દિવસેને દિવસે આસમાને પહોંચી ગયા છે.

ત્યારે સામાન્ય વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે, તો ચાલો શાકભાજી અને કઠોળ ના ભાવ પર એક નજર કરીએ. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે. સામાન્ય અને મધ્યમવર્ગના લોકોને મોંઘવારીની કઈ રીતે સામનો કરવો તે ચિંતાનો વિષય બની ગયો છે.

તેની અસર શાકભાજી અને કઠોળ ની કિંમત પર પડી રહી છે, અને સામાન્ય વર્ગના લોકોને ભોગવવાનો વારો આવી ગયો છે. રાજ્યમાં શાકભાજીની સાથે સાથે કઠોળના ભાવ પર ધીમે ધીમે વધી રહ્યા છે.

સ્વભાવિક રીતે ચોમાસાની શરૂઆતમાં મેથી કોથમીર અને શાકભાજીના ભાવમાં વધારો થતા હોય છે. તો બીજી તરફ ખેડૂતો પણ ચોમાસામાં કેટલાય કઠોળનું વાવેતર કરતા જોવા મળે છે. જ્યારે આ વર્ષે મગફળી સાથે અનેક ચીજ-વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

શાકભાજીની સાથે સાથે અનેક ખાદ્ય ચીજવસ્તુના ભાવ થઈ ગયા છે. વર્તમાન સમયમાં મોંઘવારી બુલેટ ટ્રેનની ગતિ આગળ વધી રહી છે. ત્યારે લોકોની આવક ગોકળગાયની ગતિએ ચાલી રહી છે.

ઉદાહરણ તરીકે એક સમયે શાકભાજીનો ભાવ 20 રૂપિયા પ્રતિ કિલો હતો, ત્યારે તે જ શાકભાજીના ભાવ 250 ગ્રામના 20 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. આ સાથે સામાન્ય વર્ગના લોકો મોંઘવારીથી પરેશાન થઈ ગયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *