ગુજરાતમાં રાત્રી કર્ફ્યુ ના કલાકો માં ફેરફાર કરવામાં આવ્યો છે. આઠ મહાનગરો અને હોટલ તેમજ રેસ્ટોરન્ટ રાત્રે દસ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે તેઓ નિર્ણય લેવામાં આવ્યો છે.ગુજરાતના મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ મહત્વનો નિર્ણય મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને લેવામાં આવ્યો છે, હવે થી આઠ મહાનગરોમાં 11 થી 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે.
૩૧ જુલાઈના રોજ આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ માં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે રાત્રે ૧૧ થી સવારે ૬ સુધી કર્ફ્યુનો સમય કરવામાં આવ્યો છે. આઠ મહાનગરો માં હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાય છે. ખુલ્લી જગ્યામાં જાહેર સમારંભમાં હવે 200 ને બદલે 400 લોકોને મંજૂરી આપવામાં આવી છે.
બંધ હોલમાં કુલ બેઠક ક્ષમતા ના 50 ટકા પરંતુ મહત્તમ 400 લોકોને મંજૂરી આપવામાં આવી છે. સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ ચાર ફૂટની ગણેશ પ્રતિમાની મંજૂરી આપવામાં આવી છે.
ગુજરાતમાં મહામારીને ત્રીજી લહેર ની સંભાવના વચ્ચે સૌરાષ્ટ્રવાસીઓ માટે મોટા સમાચાર આવ્યા છે, જન્માષ્ટમીમાં યોજાતો સૌથી મોટો લોકમેળો સતત બીજા વર્ષે પણ બંધ રહેશે. લોકમેળાનું આયોજન રદ કરવામાં આવ્યું છે, માટે લોકોએ જન્માષ્ટમીની ઉજવણી ઘરમાં જ કરવાની રહેશે.
મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં મહામારી ના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. આના કારણે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં વેક્સિનેશન ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાલમાં રાજ્યમાં ચાર લાખ લોકોને વેક્સિન આપવામાં આવે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!