ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આ બે દિગ્ગજ નેતા ને સોપાઇ મોટી જવાબદારી, જાણો.
ગુજરાત માં 2022 ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ગુજરાતનું રાજકારણ તેજ થયું છે, જેને લઇને આમ આદમી પાર્ટીએ ત્રીજા પક્ષ તરીકે ગુજરાતમાં એન્ટ્રી કરી છે. જ્યારે ગુજરાતમાં ત્રીજો પક્ષ આવવાથી રાજકારણ માં હલચલ થઇ છે.
ત્યારે આમ આદમી પાર્ટી છેલ્લા મહિનાના એક થી સમગ્ર ગુજરાતમાં ફરી ગામડે ગામડે જઈને જન સંવેદના યાત્રા કરી લોકસંપર્ક વધારે લોકોને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
ત્યારે આજે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, મનોજ સોરઠીયા, પ્રવિણ રામ અને નિખિલ સવાણી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પાર્ટી ના યુથ ના પ્રમુખ તરીકે પ્રવિણ રામ ની વરણીની જાહેરાત કરી હતી.
આ ઉપરાંત આમ આદમી પાર્ટીના યુવા સંગઠન મહામંત્રી તરીકે નિખિલ સવાણી અને જવાબદારી સોંપવામાં આવી હતી. યુથ ના પ્રમુખ પ્રવિણ રામ અને સંગઠન મહામંત્રી તરીકે નિખિલ સવાણી ની પસંદગી કરવામાં આવી હતી. તેમજ પાર્ટીના નેતા અને કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
મહત્વનું છે કે, જન અધિકાર મંચ ના અધ્યક્ષ અને આંદોલનકારી તરીકે ઓળખાતા પ્રવિણ રામ દોઢ મહિના અગાઉ પાર્ટીમાં જોડાયા હતા. તેમણે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે બંધબારણે મુલાકાત કર્યા બાદ આ નિર્ણય લીધો હતો.
આમ આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી તડામાર તૈયારીઓ કરી રહી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!