વિધાનસભાની 2022 ની ચૂંટણી આવી રહી છે, ત્યારે ફરી એકવાર પાટીદારોમાં નારાજગી જોવા મળી રહી છે. જેને કારણે પાટીદારોને રીઝવવા ભાજપે રાજકીય ધમપછાડા શરૂ કર્યા છે. એટલું જ નહીં, આશિર્વાદ યાત્રાના બહાને પાટીદારોનો રાજકીય મૂળ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ તરફ પાટીદારોને અનામત આપવી પાટીદારો સામે પોલીસ કેસ પાછા ખેંચવા અને પોલીસ ગોળીબારમાં શહીદ થયેલા પાટીદાર ના પરિવારોને સરકારી નોકરી આપવાનો મુદ્દો ભાજપના ગળામાં હાડકું બની રહેશે.
સામાન્ય સમજ એવી છે કે, પાટીદારો ભાજપની પડખે રહ્યા છે. તેમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના વખતથી પાટીદારો ભાજપ ની એક સિક્કાની બે બાજુ બન્યા છે. પણ અનામત આંદોલન બાદ પાટીદારોને ભાજપથી રાજકીય વાંધો પડયો છે.
મહત્વની વાત એ છે કે, આંદોલન વખતે પોલીસના અત્યાચાર બાદ પણ પાટીદાર ભાજપ સાથે રહ્યા છે. અને કોંગ્રેસને થોડાક અંશે રાજકીય લાભ મળ્યો હતો. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે વિરોધ પક્ષ અંતે શામ, દામ, દંડ, ભેદની નીતિ ને કારણે ભાજપને લાભ થાય છે, એ નરી વાસ્તવિકતા છે.
હવે વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે પાટીદાર માં મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ તેવી માંગ ઉઠી છે.
જેને કારણે ભાજપની કેન્દ્રિય નેતાગીરી એ દૂરદેશી રાખી કેન્દ્રીય મંત્રીમંડળ ના પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવિયા અને કેન્દ્રીય મંત્રી બનાવી કડવા અને લેઉવા પાટીદારના રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!