જન્માષ્ટમી અને ગણેશોત્સવ ને લઈને રૂપાણી સરકારે લીધો મહત્વનો નિર્ણય, જાણો.

ગુજરાતમાં ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ગણેશ ઉજવણીને લઇને કેટલીક છૂટછાટ આપવામાં આવી છે.ગણેશોત્સવમાં ચાર ફૂટની મૂર્તિને મંજૂરી આપવામાં આવી છે.

સીએમ રૂપાણી એ ગણેશ ઉત્સવનું પૂર્વ આગામી તારીખ 9 સપ્ટેમ્બરથી તારીખ 19 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ઉજવવાનું છે. તે સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યોછે સાર્વજનિક ગણેશોત્સવમાં ચાર ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં બે ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે.

ગણેશ ઉત્સવ દરમિયાન મહામારીની ગાઈડલાઈન નું પાલન કરવું પડશે તે ફરજિયાત છે. સાર્વજનિક ગણેશોત્સવમાં સ્થળોએ મંડપ સોશ્યલ ડિસ્ટન્સ તેમજ મહામારી ના સંક્રમણને નિયંત્રણ ગાઈડલાઈન નું પાલન તેમજ ફરજિયાત માસ્ક સાથે ગણપતિજી ના દર્શન કરી શકાશે.

સાર્વજનિક ગણેશ ઉત્સવ સ્થળોએ માત્ર પૂજા, આરતી અને પ્રસાદ વિતરણ ની ધાર્મિક વિધિની છૂટ આપવામાં આવી છે, અને કોઈ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં.

જન્માષ્ટમીને લઇ ને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જન્માષ્ટમી તારીખ 30/4/2021 સોમવારે રાત્રે 12:00 કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકાય તે માટે આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ અમલમાં છે, તે મહાનગરોમાં તારીખ 30 ઓગસ્ટના એક દિવસ પૂરતો રાત્રી કર્ફ્યુ રાત્રે 1 વાગ્યા થી અમલી કરાશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *