નિખિલ સવાણી APP માં જોડાવા બદલ, હાર્દિક પટેલે આપી પ્રતિક્રિયા, જાણો.
ગુજરાતમાં કોંગ્રેસની યુદ્ધ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે આ પ્રક્રિયા અંતર્ગત સભ્ય નોંધણી અભિયાન હેઠળ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ રાજકોટ ની મુલાકાતે આવ્યા છે. હાર્દિક પટેલે કાર્યકર્તાઓ અને આગેવાનોની બેઠક કરી હતી. ત્યારબાદ તેઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર આક્ષેપ કર્યા હતા.
હાર્દિક પટેલ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા તેની સાથે નિખિલ સવાણી ને લઈને નિવેદન આપ્યું હતું કે, તે આમ આદમી પાર્ટીમાં ગયા છે.
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, નિખિલ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાવાથી કોંગ્રેસને કંઈ ફરક પડતો નથી. તેની સાથે તેમને કહ્યું હતું કે, અમારા પાર્ટી કરતા ભાજપના વધુ ઉમેદવારો આમ આદમી પાર્ટીમાં ગયા છે.
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નારાજ મતદારો વિરોધ પક્ષ કોંગ્રેસના ન જાય એટલા માટે આમ આદમી પાર્ટીની ઉભી કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીને મત મળે અને કોંગ્રેસ સત્તામાં ન આવે તે માટે ભાજપનું આ મોટું ષડયંત્ર છે.
કોંગ્રેસના નેતૃત્વના નિર્ણય બાબતે હાર્દિક પટેલે કહ્યું હતું કે, ગુજરાતના નેતૃત્વનો ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. મહત્વની વાત છે કે, કોંગ્રેસનો સાથ છોડી ને આમ આદમી પાર્ટીમાં જોડનાર નિખિલ સવાણી હાર્દિક પટેલનો મિત્ર અને નજીકનો વ્યક્તિ હતો. સવાણી પાટીદાર અનામત આંદોલનથી હાર્દિક પટેલની સાથે હતો, અને તે યૂથ કોંગ્રેસનો ઉપપ્રમુખ પણ રહી ચૂક્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!