ગુજરાતમાં અહીં 70 વર્ષ બાદ મળી ભાજપને સફળતા, કોંગ્રેસ પાસેથી આંચકી સત્તા, જાણો.
ચૂંટણી પહેલા ભાજપ હવે ધીરે ધીરે સક્રિય થતું જોવા મળી રહ્યું છે. સહકારી ક્ષેત્રમાં ભાજપ હવે જોરથી ઝંપલાવ્યું છે. છેલ્લા 70 વર્ષથી આ બેંક પર કબ્જો કર્યો હતો. ગઈ ચૂંટણી દરમિયાન મેજોરીટી ભાજપની હતી. પરંતુ માત્ર 1 જ કોંગ્રેસ કરતા વધારે હતી, ત્યારે આ વખતે 17 બેઠકમાંથી 14 બેઠક ભાજપ પાસે છે.
જો કે મહત્વનું છે કે 14 માંથી 2 સભ્યો બિનહરીફ ચૂંટાયા છે. જેથી હવે આ બેંક પર ભાજપનો કબજો રહેશે.
સામાન્ય રીતે સહકારી સંસ્થાઓ પર શાસકપક્ષની પકડ હોય છે. પરંતુ રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં સૌથી જૂની એવી ખેતી બેંક પર ભાજપનો કબજો નહોતો.
આ વખતે ભાજપ ને સફળતા મળી છે, ખેતી બેન્કની યોજાયેલી ચૂંટણીમાં ભાજપના સહકારી આગેવાન ચેરમેન તરીકે ડોલર કોટેચા અને વાઇસ ચેરમેન તરીકે ફરજ પટેલની વરણી થઈ છે.
1960 માં રાજ્ય માં અસ્તિત્વ ધરાવતી બેંક ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ લેન્ડ મોરગેજ બેન્ક લિમિટેડ નામે ઓળખાય છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ લેન્ડ મોરગેજ બેંક 181 તાલુકામાં ખેડૂત અને અલગ-અલગ 300 યોજનાઓમાં ખેડૂતોને ધિરાણ કરે છે.
કુલ 4 હજાર 391 કરોડ ધિરાણ ધરાવતી બેંક હવે 70 વર્ષે ભાજપને શાસન મળતા ખેડૂતો ઉમદા કામગીરી આશા સેવી રહ્યા છે. સહકારી ક્ષેત્રે ભાજપને મોટી સફળતા મળી છે. 70 વર્ષનો રેકોર્ડ તોડીને ભવ્ય જીત પણ હાંસલ કરી છે. 17માંથી 14 બેઠક ભાજપને મળી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!