આ મહિનામાં ચોમાસું કેવું રહેશે, તે અંગે અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો.

ભાદરવા મહિનામાં ભરપૂર વરસાદ પડશે તેવી આગાહી હવામાન અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે. અને અનેક જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો છે, ત્યારે નદીનાળા ડેમમાં નવા નીર આવ્યા છે. જુલાઈ મહિના બાદ વરસાદ પાછો ખેંચાતા વરસાદની કાગડોળે રાહ જોવાતી હતી અને ખેડૂતોએ સિંચાઇના પાણી માટે વલખા મારી રહ્યા હતા.

ત્યારે વેસ્ટન સિસ્ટમ સક્રિય થતાં હવે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે પણ આગામી બે દિવસ સુધી વરસાદની આગાહી કરતા સાર્વત્રિક રાજ્યમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કર્યું છે.

ત્યારે હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી વચ્ચે હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી 11મી સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડશે.

તેમજ તો સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર બાદ ગરમી પડશે. સાથે જ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 27 સપ્ટેમ્બરથી 5 ઓકટોબર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં સારો વરસાદ પડી શકે છે.

તેમજ દરિયાકિનારાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે, તેમજ મધ્યપ્રદેશના પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સાથે તેમને જણાવ્યું હતું કે, નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થશે.

બનાસકાંઠામાં દોઢ મહિના બાદ વરસાદની એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ઘણા સમયથી પોતાના પાકને બચાવવા ખેડૂતો વરસાદની રાહ જોતા હતા.

આખરે મેઘરાજા મહેરબાન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. બનાસકાંઠામાં એક ઈંચથી લઈને પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે બાજરી મગફળીના પાકને નવજીવન મળ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *