ગોપાલ ઇટાલીયાએ રૂપાણીના રાજીનામા બાદ, નવા મુખ્યમંત્રી વિશે શું કહ્યું, જાણો.

સીએમના નામની જાહેરાત થયા બાદ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા કહ્યું હતું કે, યુવાનના આદર્શ પ્રેરણારૂપી વડીલ અને ગુજરાતના લોકલાડીલા ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલને ગુજરાત ભાજપના છેલ્લા મુખ્યમંત્રી બનાવવા બદલ ખુબ ખુબ શુભકામનાઓ. આમ આદમી પાર્ટીએ એક વીડિયો પણ ભુપેન્દ્રભાઈ નું શેર કર્યો છે.

જેમાં આમ આદમી પાર્ટીએ લખ્યું હતું કે, સંવેદનશીલ સરકાર પછી ભાજપનું નવું નજરાણું લોકાવિમુખ સરકાર. આ છે ગુજરાતના નવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ.વિજય રૂપાણી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેતાં ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ થઇ છે.

ત્યારે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશમાં ગોપાલ ઇટાલીયા બાબતે નિવેદન આપ્યું છે. ગોપાલ ઇટાલીયા જણાવ્યું કે, આમ આદમી પાર્ટી છેલ્લા સવા બે મહિનાથી સંવેદના કાર્યક્રમના માધ્યમથી ગુજરાતના તમામ જિલ્લા તાલુકા અને ગામડામાં લોકો ના દુખ માં ભાગીદાર બની રહી છે.

આજ દિન સુધી 500 કરતા વધુ ગામડાઓમાં જઇને લોકો ના દુખ માં ભાગીદાર બનવાનું કાર્ય કર્યું છે. આજે વિજય રૂપાણી મુખ્યમંત્રી ના પરથી રાજીનામું આપ્યું છે.

આ દુઃખની સ્થિતિમાં હું આમ આદમી પાર્ટી હતી સંવેદના વ્યક્ત કરું છું. આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાના દુઃખમાં ભાગીદાર બનવા માટે નીકળી છે.

દુઃખના નાના વેપારીનું હોય, વિદ્યાર્થીનું હોય, વાલીનું હોય, મહિલાનું હોય, કે મુખ્યમંત્રી નું હોય તેમાં તેના દુઃખમાં ભાગ લેવો, અને સહાનુભૂતિ આપવી આમ આદમી પાર્ટીની ફરજ છે.

ગોપાલ ઇટાલીયા જણાવ્યું કે વિજય રૂપાણી રાજીનામું આપ્યું છે. ત્યારે ભાજપ ગુજરાતને શું સંદેશ આપવા માંગે છે, આવી રીતે વારંવાર મુખ્યમંત્રી પર ની નિષ્ફળતા તેમજ ચહેરો બદલતા રહેવાથી લોકોને પડેલા દુઃખ તે ભૂલી જશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *