મનસુખ માંડવિયાનાં નિવેદન પર હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને રેશ્મા પટેલ શું કહ્યું, જાણો.
‘પાટીદાર એટલે ભાજપ’. પાટીદાર સમાજ અને ભાજપ વચ્ચે નાડી અને નાભિ જેવો સંબંધ છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા ના આ નિવેદન પછી રાજ હલચલ મચી છે. કેન્દ્રીય કક્ષાના પ્રધાન બન્યા બાદ જ ના આશીર્વાદ યાત્રા દ્વારા સમર્થકોનો આભાર માનવા માંડવીયા રાજકોટ પહોંચ્યા હતા, ત્યારે આ વાત કહી હતી.
સૂત્રો અનુસાર સમસ્ત પટેલ સમાજ શુભેચ્છા બેઠકમાં પાટીદાર અગ્રણીઓની બેઠકમાં મનસુખ માંડવિયા કહ્યું હતું કે, દોસ્તો ભારતીય જનતા પાર્ટી અને પાટીદારો વચ્ચે નાભિ- નાડીનો સંબંધ છે.
પાટીદાર અનામત આંદોલનથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરનાર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ તથા વડગામ ની બેઠક ઉપરથી અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તથા રેશમા પટેલ, ગોપાલ ઇટાલીયા માંડવીયા નિવેદન પર સવાલ ઉઠાવ્યા હતા.
તો ભાજપના નેતા દિલીપ સંઘાણીએ કહ્યું કે, મનસુખભાઈ ના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.
2022 ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ તેને ફરીથી પોતાની તરફ ખેંચવા માંગે છે, જ્યારે કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીની નજર પણ રાજ્યની સૌથી મોટી વોટબેંક પર છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!