રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદ, હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો.
વરસાદની રાહ જોતા ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. હજુ ચાર દિવસ વરસાદની કોઈ સંભાવના નથી. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસે તેવી કોઇ સંભાવના નથી તારીખ 30 અને 31 માં દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે. છૂટો છવાયો વરસાદ હવામાન વિભાગના મતે ગુજરાતમાં હજુ 48 ટકા વરસાદની ઘટ છે.
વરસાદી સિસ્ટમ સક્રિય થાય તો સપ્ટેમ્બર મહિનામાં વરસાદ વરસી શકે છે જો કે, હવામાન વિભાગના મતે સપ્ટેમ્બરમાં વરસાદ વરસશે તો પણ જે ઘટ છે, તે પૂરી કરી શકાશે નહીં.
રાજ્યમાં વરસાદ ખેંચાતા જળસંકટનો ખતરો વધી રહ્યો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી નીતિન પટેલ ગુજરાતની જનતાને જણાવ્યું છે કે, રાજ્યમાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહીં સર્જાય. નર્મદા ડેમમાં હાલ એક વર્ષ સુધી ચાલે તેટલા પાણીના પીવાનો જથ્થો ઉપલબ્ધ છે.
પીવાનું પાણી અનામત રાખી અને બાકીનું પાણી સિંચાઇ માટે ખેડૂતોને આપવામાં આવશે તેને દાવો કર્યો છે. કે વધુમાં જણાવ્યું છે કે, નર્મદા સહિત રાજ્યના તમામ ડેમમાં પાણીનો જથ્થો ખૂબજ ઓછો છે દર વર્ષ કરતાં ચાલુ વર્ષે રાજ્યમાં ખૂબ ઓછા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે.
વરસાદ ખેંચાતા ભારે પાકને નુકસાન થવાની ડર સતાવી રહ્યો છે, તો બીજી તરફ સિંચાઇના પાણી માટે પણ ખેડૂતો સરકાર પાસે આજે કરી રહ્યા છે. અને પાણી ન મળતા હવે પાક સૂકાવા લાગ્યો છે.
સાણંદ તાલુકાના ગામમાં ખેડૂતો પાક નુકશાનની ચિંતા સેવાઈ રહી છે, તો બીજી તરફ માલધારીને ઘાસચારાની ચિંતા વધી રહી છે. પશુઓના ઘાસચારા માટે પણ માલધારીઓ જિલ્લાઓ બદલી રહ્યા છે. માલધારીઓનું કહેવું છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ઘાસચારો પુરતો નથી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!