શપથવિધિ પાછી ઠેલવા માટે, શું આ ત્રણ દિગ્ગજ નેતા જવાબદાર, જાણો.

અચાનક જ મંત્રીમંડળનો શપથવિધિ નો કાર્યક્રમ રદ કરી દેવાતા ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ થઇ છે. 15 સપ્ટેમ્બરના રોજ 4:20 કલાકનો રિપીટેશન ના નિર્ણયને આધારે મુખ્યમંત્રી અને શપથ કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ છેલ્લી ઘડીએ શપથ ગ્રહણ પર ગ્રહણ લાગતા ગુરુવારે એટલે કે આવતી કાલે શપથવિધિ નો કાર્યક્રમ યોજાશે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.

નવી સરકારમાં જુના કોઈ મંત્રીઓને સ્થાન આપવાનું નથી. એટલે ગઈકાલ સુધી જે મૂછે લીંબુ લટકાવી ને ફરતા હતા એ મંત્રીઓને પણ ઘરભેગા કરી દેવાનો પ્લાન હતો.

પરંતુ એ પ્લાન શક્ય નથી કેમ કે, ભાજપના ત્રણ દિવસ નેતાઓને કાપવા જતાં તેનું સમાજ નારાજ થાય અને મતવિસ્તારમાં ખોટી અસર પડે તેવી શક્યતા છે.

કુંવરજી બાવળીયા
કુંવરજી બાવળિયા કોળી સમાજ નો ચહેરો છે. તેમના વિરુદ્ધ આક્ષેપો કે ફરિયાદો ગમે તે હોય તેમનું સ્થાન લઈ શકે એવા નેતાઓ અત્યારે નથી. કોળી સમાજના જ અન્ય નેતાઓ આગળ કરી બાવળિયાને કાપવાનો પ્રયાસ થયા છે, જેમાં ખાસ સફળતા મળી નથી.

જયેશ રાદડિયા
જયેશ રાદડિયા રૂપાણી સરકારમાં મંત્રી હતા લો પ્રોફાઇલ રહીને કામ કરતા હતા. એમના નામે ખાસ સિદ્ધિઓ નથી, એમ પણવિવાદ નથી. જયેશ રાદડિયા રાજકોટ જેતપુર વચ્ચેના પટ્ટામાં એક હતું.

શાસન ધરાવે છે, તેમના પિતા વિઠ્ઠલ રાદડિયા એક સમયે સૌરાષ્ટ્રના કોંગ્રેસના કદાવર નેતા હતા. સમય જતાં તેઓ ભાજપમાં ભર્યા ભાજપમાં સચવાય રહે અને રાદડિયા નો પ્રભાવ ધરાવતો મતવિસ્તાર નારાજ ન થાય, એટલા માટે તેમને મંત્રી પદ આપી દેવાયું.

પ્રદીપસિંહ જાડેજા
રૂપાણી કેબિનેટમાં ટોપ પ્રોફમર અને સિનિયર નેતા ના નામ ગણાતા હોય તો નીતિન પટેલની સાથે પ્રદિપસિંહ જાડેજા પણ ઘણા પડે જાડેજા ક્ષત્રિય સમાજનો મોટો ચહેરો છે. પ્રદીપસિંહ જાડેજાની લોકોમાં પણ સારી છાપ છે. મંત્રી હોવાનું એક ખાસ વહેમ રાખતા નથી, લોકોને લોકો વચ્ચે જઇને મળે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *