ગુજરાતમાં “આપ” પગપેસારો કરતા, ભાજપે લીધો આ મોટો નિર્ણય, વિધાનસભાની તૈયારી..
આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વોટ સંગઠન અને સ્થાનિક કોર્પોરેટર અને પોતાના વિસ્તારમાં લોકો સાથે સંપર્ક વધારવા તેમજ લોકોની વચ્ચે રહીને તેમના પ્રશ્નો સંભાળવા સૂચના આપી દેવામાં આવી છે. સુરત શહેર ભાજપના ચૂંટાયેલા તમામ કોર્પોરેટરને હવે પોતાના વિસ્તારમાં પોતાનું કાર્ય શરૂ કરવા માટે ની સૂચના આપી દેવામાં આવી છે.
બે દિવસ પહેલાં સુરત આવેલા રાષ્ટ્રીય ભાજપના મહામંત્રી તરુણ ચુગ એ તમામ કોર્પોરેટર ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાં કાર્યાલય શરૂ કરવાની સ્પષ્ટ સૂચના આપી છે.
સુરત મનપા ભાજપના નગરસેવકોને આ અંગે સુચના આપવાની જવાબદારી રાષ્ટ્રીય મહામંત્રી એ સીધી જ શાસક પક્ષના નેતા અમિત રાજપૂતની આપી હતી. જેને પગલે શાસક પક્ષના નેતાએ ભાજપના ચૂંટાયેલા તમામ પ્રાણ કોર્પોરેટરને રાષ્ટ્રીય મહામંત્રી ની સૂચના પહોંચાડી દીધી છે.
એટલું જ નહીં 15 દિવસમાં જન સંપર્ક કાર્યાલય શરૂ કરીને તેના સ્થળો અને કાર્યાલયના ફોટાઓ સહિતની વિગતો રજૂ કરવા પણ સૂચના આપી છે. કે અત્યાર સુધી તમામ ધારાસભ્યો ના જન સંપર્ક કાર્યાલય ચાલતા હતા.
પણ હવે લોકો સાથે સીધો સંપર્ક કરીને ચૂંટાયેલા કોર્પોરેટરને પણ તે માટે આદેશ આપવામાં આવ્યો છે. ભાજપના 93 પૈકી કેટલાક કોર્પોરેટરના પોતાના કાર્યાલય ચાલે છે.
જ્યારે મોટાભાગના કોર્પોરેટરો પોતાના ઘરેથી જ સંચાલન કરે છે. આવા કિસ્સામાં લોકો સાથે તેઓ સીધા સંપર્કમાં રહી શકતા નથી. વિધાનસભા ચૂંટણી નજીક છે, તેવામાં ભાજપે સ્થાનિક નગર સેવકોને પણ લોકોના પ્રશ્નો સાંભળી હલ કરવા
તેમજ લોકો સાથે સતત સંપર્કમાં રહેવા માટે હવે ધારાસભ્યો ની જેમ પોતાના જનસંપર્ક કાર્યાલય શરૂ કરવાની સૂચના આપવામાં આવતા તમામ નગરસેવકોએ પણ હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!