સૌપ્રથમવાર સાળંગપુર હનુમાનજી દાદાની મૂર્તિ પર આટલા કલાક મહાઅભિષેક નું આયોજન…

ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે સહસ્ત્ર કળશ અભિષેક મહોત્સવ યોજાશે. તારીખ 27,28 અને 29 ઓગસ્ટ ત્રણ દિવસ સુધીના આ મહોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. જેમાં પ્રથમ દિવસે નારાયણ કુંડ ખાતે 1000 મહિલાઓ દ્વારા ભવ્ય જળયાત્રા કાઢવામાં આવી હતી.

આ યાત્રામાં અંબાડી સાથે ગજરાજ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું, તો ઢોલ ના તાલ નો હાજર લોકોએ પણ ખૂબ આનંદ માણ્યો હતો.

સહસ્ત્ર કળશ અભિષેક મહોત્સવ કરવા પાછળ એવું માનવામાં આવે છે કે, હનુમાનજી દાદા ની સ્થાપના બાદ અત્યાર સુધીમાં જો ભૂલથી પણ કોઈ દોષ થયો હોય તો તે આ અભિષેક થી દુર થાય તેમ જ દાદાનું જે શોર્ય છે, તેમાં વધારો થાય તેવા ભાવ સાથે ત્રણ દિવસનો આ મહોત્સવ છે.

પ્રથમ દિવસે ભવ્ય કળશ યાત્રા બાદ 28 ઓગસ્ટે 25 બ્રાહ્મણ 10 કુંડી યજ્ઞ નું વૈદિક મંત્રો દ્વારા પ્રારંભ કરવામાં આવશે. જેમાં ત્રીજા અને અંતિમ દિવસે પંચમુખી હનુમાનજી દાદાની મૂર્તિ પર સતત 12 કલાક સુધી મહાઅભિષેક બાદ બીડું હોમ યજ્ઞ પૂર્ણ જાહેર કરવામાં આવશે.

એમ શ્રાવણ મહિનાના પવિત્ર મહિનામાં ત્રણ દિવસ ભવ્ય કળશ મહોત્સવમાં દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેશે.આમ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે સહસ્ત્ર કળશ અભિષેક યોજવામાં આવ્યો છે, અને લાખો સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *