Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
દુનિયામાં ઘઉંની માંગ વધતા આ વર્ષે પહેલીવાર ભાવ આટલા હજારને પાર, ખેડૂતો પણ ચોંકી ગયા - GUJJUFAN

દુનિયામાં ઘઉંની માંગ વધતા આ વર્ષે પહેલીવાર ભાવ આટલા હજારને પાર, ખેડૂતો પણ ચોંકી ગયા

આ વર્ષે વાતાવરણમાં થતા અવાર-નવાર ફેરફારને કારણે ઘઉંના પાકમાં પ્રમાણસર ઉત્પાદન જોવા મળ્યું ન હતું. તેના કારણે ઘઉંની માંગ વધતા આ વર્ષે ઘઉંના ભાવ સારા એવા પ્રમાણમાં નોંધાયા છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યના અલગ અલગ માર્કેટયાર્ડમાં સારો ભાવ જોવા મળી રહ્યો છે. સારા ભાવ મળતા ગયા વર્ષના વાવાઝોડાના કારણે થયેલા નુકશાન સામે વળતર મળ્યું છે, તેમ કહી શકાય.

ભારતમાં ઘઉંનું સારું એવું ઉત્પાદન થઈ રહ્યું છે અને માંગ વધતા ઘઉંના ભાવ આસમાનને સપાટીએ પહોંચ્યા છે. વિશ્વમાં માત્ર બેથી ત્રણ દેશો એવા છે કે, જે જ્યાં ઘઉં ઉત્પાદન થાય છે.

રશિયાને યુક્રેનના વિવાદને કારણે દુનિયામાં ઘઉંની માંગ વધી છે અને આ વર્ષે ઘઉનું ઉત્પાદન ભારતમાં ખૂબ સારા એવા પ્રમાણમાં થયું છે. જેથી ભારતમાંથી ઘઉંની નિકાસ સારા એવા પ્રમાણમાં થઈ રહી છે, આથી ખેડૂતોને યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળ્યા છે.

ઘઉંના સરેરાશ 2000 રૂપિયાથી લઈને 3500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી ગયો છે. સૌરાષ્ટ્રની બગસરા માર્કેટ યાર્ડ માં સરેરાશ ભાવ 2202 રૂપિયાથી લઈને 2300 રૂપિયા સુધી બોલી રહ્યો છે.

બનાસકાંઠા માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2500 થી લઈને 2760 રૂપિયા સુધી પહોંચી ગયા છે. જ્યારે દાહોદ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2400 થી લઈને 2451 રૂપિયા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજ્યની સુરેન્દ્રનગરની ચોટીલા માર્કેટયાર્ડમાં ઘઉંના સરેરાશમાં 2350 થી લઈને 2470 રૂપિયા સુધી બોલાયો હતો. જ્યારે મહેસાણાના વિસનગર માર્કેટ યાર્ડ ઘઉં નો ભાવ 2512 થી લઈને 2875 નો ભાવ જોવા મળ્યો હતો.

સૌરાષ્ટ્રની ધોરાજી માર્કેટયાર્ડમાં ઘઉંના સરેરાશ 2295 રૂપિયાથી લઈને 2320 રૂપિયાને પાર પહોંચી ગયા હતા. વિશ્વમાં માત્ર બેથી ત્રણ દેશો એવા છે કે, જે જ્યાં ઘઉં ઉત્પાદન થાય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *